હાર્દિક અને નતાશાના દીકરાને મળી એવી ભેટ કે યાદ રહેશે તેમને જીવનભર, જુઓ તસવીરોમાં તેની સુંદરતા

ભારતીય ટીમના ઓલરાઉન્ડર  ક્રિકેટર હાર્દિક પંડ્યા તેની રમતના કારણે હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. થોડા સમય પહેલા જ તેના પિતાનું નિધન થયું જેના કારણે હાર્દિક ખુબ જ દુઃખમાં હતો. સોશિયલ મીડિયામાં પણ તે પોતાના પિતાની તસવીરો શેર કરીને તેમને યાદ કરતો હતો. પરંતુ હાલ હાર્દિક અને નતાશાને ભેટમાં મળેલા પગ અને હાથના ચિન્હો ખુબ જ ચર્ચામાં છે.

હાર્દિક અને નતાશા પોતાના દીકરાની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે ત્યારે તેમના દીકરા અગત્સ્યના હાથ અને પગના ચિન્હોની પણ તસ્વીર સામે આવી છે. જેને ભાવના જસરાએ બનાવ્યા છે.

આ તસવીર શેર કરવાની સાથે ભાવનાએ લખ્યું છે, “હાર્દિક પંડ્યા અને નતાશા પોતાના દીકરા અગત્સ્યના હાથ અને પગના ચિન્હોને ભાવના જસરા દ્વારા બનાવેલા સ્મૃતિ ચિન્હોથી વધારે ઉત્સાહિત તો નથી થઇ શકતા, પરંતુ અમારી ડિટેલિંગ અને શાહી સિરીઝની પૃષ્ઠભુમિએ તેમનું  દિલ જીતી લીધું છે.”

ભાવના આગળ જણાવે છે કે, “તેના તેમના પ્રેમાળ મિત્ર પૂરણ પટેલ દ્વારા ગિફ્ટ કરવામાં આવ્યા છે.તેમને આને સૌથી  સોનેરી પળ ગણાવી છે. અને એમ પણ કહ્યું છે કે તે આને જીવનભર માટે સજાવશે.”

 

View this post on Instagram

 

A post shared by Bhavna Jasra (@bhavnajasra)

હાલમાં જ નતાશા અને હાર્દિકે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર દીકરા અગત્સ્ય સાથે  ફ્લાઇટમાં બેઠેલી તસ્વીર શેર કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે અગત્સ્યની પહેલી ફલાઇટ સફર. હાર્દિક પહેલી ટેસ્ટ રમવા માટે ચેન્નાઇ પહોંચ્યો હતો. ત્યાં પત્ની નતાશા અને દીકરો અગત્સ્ય પણ સાથે હતા.

નતાશાએ પણ દીકરા અગત્સ્ય સાથે મસ્તી કરતી એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી. જેમાં હાર્દિક અને અગત્સ્ય મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel