જો તમે પણ પૂજા ઘરની અંદર રોજ પ્રગટાવો છો અગરબત્તી ? તો થઇ જાવ સાવધાન ! અઠવાડિયામાં આ દિવસે અગરબત્તી કરવાથી લાગે છે પિતૃદોષ

જો તમે પણ અઠવાડિયામાં આ બે દિવસ ઘરમાં કરો છો અગરબત્તી, તો આજે જ બંધ કરી દો, ઘરમાં આવશે ગરીબી અને બીજા પણ થશે નુકશાન, જુઓ

Agarbatti Vastu Tips : હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે પૂજા દરમિયાન ધૂપ અને અગરબત્તી પ્રગટાવવામાં આવે છે. રોજની પૂજા હોય કે કોઈ ખાસ દિવસ, અગરબત્તી ચોક્કસ પ્રગટાવવામાં આવે છે. મોટા ભાગના લોકો દરરોજ પૂજા ખંડમાં અગરબત્તીઓ સળગાવે છે. પરંતુ જ્યોતિષ અનુસાર અઠવાડિયામાં બે વાર પૂજા દરમિયાન અગરબત્તી સળગાવવાની મનાઈ છે. જો તમે આ દિવસોમાં અગરબત્તી સળગાવો છો તો ઘરમાં સુખ-શાંતિ દૂર થઈ જાય છે. તેની સાથે ગરીબી આવે છે. તો ચાલો જાણીએ કે અઠવાડિયાના કયા દિવસે અગરબત્તી ન બાળવી જોઈએ.

ભૂલથી પણ અગરબત્તી ન સળગાવવી :

વાસ્તુશાસ્ત્ર અનુસાર અગરબત્તી સળગાવવા માટે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો દુર્ભાગ્ય થાય છે. શાસ્ત્રો અનુસાર અઠવાડિયામાં બે દિવસ એવા હોય છે જ્યારે ભૂલથી પણ અગરબત્તી ન પ્રગટાવવી જોઈએ.  હિન્દુ ધર્મમાં ધાર્મિક પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે અગરબત્તી સળગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. આ ઉપરાંત માતા લક્ષ્મીની કૃપા પણ ઘરમાં બની રહે છે.

થાય છે પિતૃદોષ :

વાસ્તુશાસ્ત્ર અનુસાર રવિવાર અને મંગળવારે અગરબત્તી ન પ્રગટાવવી જોઈએ. કારણ કે અગરબત્તી બનાવવામાં વાંસનો ઉપયોગ થાય છે. આ બંને દિવસે વાંસ સળગાવવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેથી, આ બે દિવસ અગરબત્તી ના કરવી જોઈએ. વાંસને વંશનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ વાંસ બાળે છે, તેના વંશને નુકસાન થાય છે. આ જ કારણ છે કે હિંદુ ધર્મમાં, જ્યારે કોઈના મૃત્યુ પછી અંતિમ સંસ્કાર માટે વાંસના લાકડામાંથી નનામી બનાવવામાં આવે છે, ત્યારે ચિતાને બાળતા પહેલા વાંસના લાકડાને દૂર કરવામાં આવે છે.

અગરબત્તીની જગ્યાએ આ વસ્તુઓનો કરો ઉપયોગ :

કારણ કે વાંસ સળગાવવાથી પિતૃદોષ થાય છે.  શાસ્ત્રોમાં વાંસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં વાંસનો છોડ હોય તેને ક્યારેય ગરીબીનો સામનો કરવો પડતો નથી. બીજી તરફ જો વાંસમાંથી બનેલી અગરબત્તી ઘરમાં સળગાવવામાં આવે તો તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. જેના કારણે ઘરની સુખ-શાંતિમાં ખલેલ પહોંચે છે. હિંદુ ધર્મમાં, પૂજા દરમિયાન સુગંધિત અગરબત્તીઓનો ઉપયોગ જરૂરી છે. આના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે, તેથી જે બે દિવસે તમે અગરબત્તીઓ સળગાવી શકતા નથી તે દિવસે તમે દીવા, કપૂર વગેરેનો ઉપયોગ કરી શકો છો.

Niraj Patel