જાણો શું કરે છે આફતાબની બીજી ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડની આવી દરિંદગી જાણી આઘાતમાં છે ડોક્ટર છોકરી

શ્રદ્ધા વાલકર હત્યા કેસમાં પોલિસ હવે આફતાબની બીજી ગર્લફ્રેન્ડ સાથે પણ પૂછપરછ કરી રહી છે. શ્રદ્ધાની હત્યામાં આરોપી આફતાબની દરિંદગીનો ખુલાસો થયા બાદ તેની બીજી ગર્લફ્રેન્ડ આઘાતમાં છે. તે આ બાબતે વિશ્વાસ જ નથી કરી શકતી કે આફતાબ આવું પણ કરી શકે છે. પૂછપરછ દરમિયાન જ્યારે પોલિસે તેની ગર્લફ્રેન્ડને આફતાબની દરિંદગી વિશે જણાવ્યુ તો તે ક્રૂરતા સાંભળી શોક્ડ રહી ગઇ હતી. પોલિસ પૂછપરછમાં છોકરીએ જણાવ્યુ કે, આફતાબ તેની સાથે એકદમ અલગ રીતે પેશ આવતો હતો.

તેને બિલકુલ વિશ્વાસ નહોતો થઇ રહ્યો કે તે જેને પ્રેમ કરી રહી હતી તે એક હત્યારો છે. રીપોર્ટ્સ અનુસાર, આફતાબની બીજી ગર્લફ્રેન્ડ સાયકોલોજિસ્ટ છે. આફતાબની તેની સાથે મુલાકાત ડેટિંગ એપથી થઇ હતી. છોકરી અનુસાર, આફતાબે તેને ફ્લેટ પર બોલાવી હતી, જ્યાં શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી. આફતાબ બમ્બલ એપથી બીજી ગર્લફ્રેન્ડને મળ્યો હતો.પોલિસે તેની પાસેથી શ્રદ્ધાની વીટી પણ જપ્ત કરી છે.આફતાબે શ્રદ્ધાને આ વીટી આપી હતી. પરંતુ તેણે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ વીટી બીજી ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરી દીધી હતી.

મીડિયા અહેવાલો પ્રમાણે, દિલ્લી પોલિસ સૂત્રો અનુસાર, આફતાબ શ્રદ્ધા સાથે મારપીટ કરી તેને પરેશાન કરતો હતો, જેનાથી તે તંગ આવી ગઇ હતી. શ્રદ્ધા આફતાબથી પીછો છોડાવવા માંગતી હતી. શ્રદ્ધાએ તેનાથી અલગ રહેવાનો નિર્ણય કરી લીધો હતો. આ વાત આફતાબને સારી ના લાગી અને તેણે કારણે 4 મેના રોજ આ વાતને લઇને આફતાબ સાથે તેનો ઝઘડો થયો હતો. તે બાદ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેને લાશને ઠેકાણે લગાવવા તેના 35 ટુકડા કર્યા અને પછી ધીરે ધીરે તેને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા.

જણાવી દઇએ કે, જે હથિયારથી આફતાબે તેની લિવ ઇન પાર્ટનર શ્રદ્ધાના ટુકડા કર્યા હતા તે પોલિસને 28 નવેમ્બરે મળ્યુ હતુ. પોલિસે 12 નવેમ્બરના રોજ આફતાબની ધરપકડ કરી હતી. જો કે, હજુ સુધી તેના માતા-પિતાનો કોઇ પત્તો લાગ્યો નથી કે આખરે તેઓ તેમનું ઘર છોડી ક્યાં ચાલ્યા ગયા. શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરનું કહેવુ છે કે તેમની દીકરીની હત્યામાં આફતાબનો પરિવાર પણ સામેલ છે. આફતાબના માતા-પિતાને પહેલાથી તેમના દીકરાની કરતૂત વિશે જાણ થઇ ગઇ હતી.

તે એ પણ જાણતા હતા કે શ્રદ્ધા સાથે તેમનો દીકરો કેવી બેરહેમીથી પેશ આવતો હતો. પરંતુ તેમ છત્તાં ઘરવાળાએ ના તો તેમને અને ના તો પોલિસને જણાવવાની કોશિશ કરી. તેમણે જાણી જોઇને બધાને અંધારામાં રાખ્યા. ઉલ્લેખનીય છે કે 1 ડિસેમ્બરે આફતાબનો નાર્કો ટેસ્ટ થવાનો છે. તે બાદ વધુ ખુલાસા આ મામલે થવાની શક્યતા છે.

Shah Jina