“જે થયું ભૂલમાં થયું, ગુસ્સમાં કરી હત્યા” શું ખરેખર આફતાબ કોર્ટમાં બોલી ગયું? જાણો હકીકત અને અંદરની નવી અપડેટ

દિલ્હીનો શ્રદ્ધા મર્ડર કેસ રોજ એક નવા વળાંક પર આવીને પહોંચે છે, આ કેસમાં રોજ કંઈક નવા નવા ખુલાસાઓ પણ થતા હોવા મળી રહ્યા છે. પોલીસ પુછપરછમાં આફતાબને જાણે કોઈ વાતનો અફસોસ ના હોય તે રીતે જવાબ આપી રહ્યો છે જેના કારણે રહસ્ય વધુ ઘૂંટાઈ રહ્યું છે, ત્યારે આ દરમિયાન હવે તેને વીડિયો કોન્ફરન્સ મારફતે આજે સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં આફતાબે પોતાનો ગુન્હો કબૂલી લીધો હતો અને કહ્યું કે જે પણ થયું છે તે ભૂલમાં થયું છે. ગુસ્સામાં તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી એવા સમાચાર વાયરલ થયા હતા.

આ ઉપરાંત આફતાબે કોર્ટમાં જજની સામે એમ પણ કહ્યું કે તે તપાસમાં પોલીસને પણ સંપૂર્ણ સહયોગ કરી રહ્યો છે. આફતાબે જણાવ્યું કે, “મેં પોલીસને બધું જ જણાવી દીધું છે કે મેં શ્રદ્ધાની લાશના ટુકડા ક્યાં નાખ્યા છે. હવે આટલો બધો સમય થઇ ગયો છે કે હું બહુ જ બધું ભૂલી ગયો છું.” આફતાબે અંગ્રેજીમાં જ બધા જ સવાલોના જવાબ આપ્યા હતા. પોલીસ પુછપરછમાં પણ તેણે અંગ્રેજીમાં જ સવાલોના જવાબ આપ્યા હતા.

ત્યારે હવે કોર્ટ દ્વારા દિલ્હી પોલીસની માંગ પર આફતાબના રિમાન્ડ 4 દિવસ માટે વધારી દેવાયા છે. આ સમય દરમિયાન હવે પોલીસ ફરીથી આ મામલામાં એ જંગલોની અંદર સર્ચ ઓપરેશન કરશે જ્યાં આફતાબે લાશના ટુકડા ફેંક્યા હતા. પોલીસને દિલ્હીના મેદાનગઢી તળાવમાંથી મહત્વની સાબિતીઓ મળી છે.  ગોતાખોરોની મદદથી પોલીસે હાડકા જપ્ત કર્યા છે. શરૂઆતી તપાસમાં આ હાડકા પોલીસને કોઈ માણસના હાથના હોય તેમ લાગી રહ્યું છે.

આ તમામ હાડકાને પોલીસે CFSL તપાસ માટે મોકલી અપાય છે. પોલીસને હજુ સુધી ખોપડી નથી મળી પરંતુ ખોપડીનો નીચેનો ભાગ એટલે કે જડબું મળી ગયું છે. જેને પણ તપાસ માટે CFSLમાં પહેલા જ મોકલી દેવામાં આવ્યું હતું. તો પોલીસને પણ એવી આશંકા છે કે ખોપડી પણ આજ તળાવમાં હોઈ શકે છે. ખોપડી શોધવા માટે પોલીસ પણ સતત સર્ચ કરી રહી છે.

NEW UPDATE  : આફતાબને આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં એવી ચર્ચા હતી કે એક મહિના પછી પણ આફતાબ હત્યાની સિરિયલ વિગતો આપી શક્યો નથી. કોર્ટમાં આફતાબની આ બીજી વર્ચ્યુઅલ હાજરી હતી. કાનૂની સમાચાર વેબસાઇટ બાર એન્ડ બેન્ચ અને અન્ય કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે આફતાબે કોર્ટમાં હત્યાની કબૂલાત કરી છે.

તેણે જજને કહ્યું કે તેણે ઉશ્કેરણી અને ગુસ્સામાં શ્રદ્ધાની હત્યા કરી. એમ પણ કહ્યું કે મેં પોલીસને બધું કહી દીધું છે. હવે એ ઘટના યાદ રાખવી મુશ્કેલ છે.આ અહેવાલો સામે આવ્યાના લગભગ એક કલાક પછી આફતાબના વકીલે હત્યાની કબૂલાતને અફવા ગણાવી. તેમણે કહ્યુ કે, આફતાબે આવુ કોઈ કુબુનામુ આપ્યુ નથી. આવું કોઈ નિવેદન રેકોર્ડ પર લેવામાં આવ્યું નથી. હા, તે ચોક્કસપણે કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે શ્રદ્ધા તેને ઉશ્કેરતી હતી અને બંને વચ્ચે ઝઘડા થતા હતા.

આફતાબે તે તળાવનો સ્કેચ બનાવ્યો હતો જેમાં તેણે શ્રદ્ધાના ટુકડા ફેંક્યા હતા. વકીલે આફતાબને મળવાની પરવાનગી માંગી હતી, જે કોર્ટે મંજૂર કરી હતી. આફતાબની ધરપકડ બાદથી કોઈ તેને મળી શક્યું નથી. કેટલાક રીપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આફતાબે હત્યા વેપન વિશે પોલિસને જાણકારી આપી છે. તેણે પોલિસને જણાવ્યુ કે, હત્યા બાદ લાશના ટુકડા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ બ્લેક અને આરી તેણે ગુરુગ્રામમાં ફેંક્યા છે.

Niraj Patel