કાબુલમાંથી 120 ભારતીયોને લઈને જામનગર પહોંચ્યું વાયુસેનાનું વિમાન, તસ્વીર આવી સામે

અફઘાનિસ્તાન ઉપર થયેલા તાલિબાનના કબ્જા બાદ હવે આખી દુનિયાની નજર ત્યાં ટકેલી છે. ભારત સમેત બીજા દેશ પણ પોતાના નાગરિકોને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ભારતે થોડા દિવસ પહેલા જ કેટલાક લોકોને બહાર કાઢ્યા અને હજુ પણ આ મિશન ચાલુ જ રહેશે.

ભારતીય વાયુ સેનાનું વિમાન અફઘાનિસ્તાનમાંથી ભારતીય રાજદૂત સમેત અન્ય નાગરિકોને લઈને કાબુલથી રવાના થયું હતું. જે આજે ગુજરાતના જામનગરમાં આવી પહોંચ્યું. આ વિમાનની અંદર લગભગ 120 લોકોને સુરક્ષિત લાવવામાં આવ્યા. જેની એક તસવીર પણ સામે આવી છે.

તાલિબાન રાજ સ્થાપિત થયા બાદ લોકો અફઘાનિસ્તાન છોડી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો કાબુલ એરપોર્ટ ઉપર પહોંચી રહ્યા છે. તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા અમેરિકી સેનાએને પાછી બોલાવવાના નિર્ણયને સાચો ગણાવ્યો છે.તો ભારત પણ એ પ્રયત્નોમાં લાગેલું છે કે પોતાના દેશના નાગરિકોને બહાર કાઢવામાં આવે.

ત્યારે અફઘાનિસ્તાનના તાજા ઘટનાક્રમને જોતા ભારતીય ગૃહ મંત્રાલય દ્વારા વિઝા પ્રાવધાનોમાં મોટા બદલાવ કર્યા છે. સરકાર દ્વારા ભારતમાં પ્રવેશ કરવા માટે વિઝા નિયમોની સમીક્ષા કરવામાં આવી છે તથા મોટું એલાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ઈલેક્ટ્રોનિક વિઝાની નવી શ્રેણી “e-Emergency X-Misc Visa” શરૂ કરવામાં આવ્યા છે. (તસ્વીર સૌજન્ય/ દિવ્ય ભાસ્કર)

ગૃહ મંત્રાલય દ્વારા પોતાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “e-Emergency X-Misc Visa” નામના ઇલેક્ટ્રોનિક વિઝાની નવી કેટેગરી તૈયાર કરવામાં આવી છે જે ભારતમાં પ્રેવશ માટે વિઝા આવેદનની પ્રોસેસને ઝડપી કરશે.”

ભારતીયોની આંખમાં હર્ષાશ્રુનો વરસાદ થયો, જામનગર આ વિમાન પહોંચતાં અફઘાનિસ્તાનથી પરત આવેલા નાગરિકોની આંખોમાં હર્ષાશ્રુ ઊમટ્યાં હતાં અને  સુરક્ષિત વતન પર પહોંચતાં જ ભારતીયોને હાશકારો થયો હતો. પ્રધાનમંત્રીશ્રીએ સતત મોનિટરિંગ કરીને આ સમગ્ર મિશન પર સ્વયં દેખરેખ રાખેલી, જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ છે.

Niraj Patel