જાણો અફઘાન એરલાઇન્સના એરહોસ્ટેસ અને પાયલોટની કેટલીક દિલચસ્પ તસવીરો, જે હવે બની ગઈ છે ભૂતકાળ

બધું જ શક્ય થઇ શકે છે તાલિબાનના શાશનમાં, જેના વિશે વિચારીને હૃદય કંપી જશે, જુઓ ભૂતકાળમાં એરહોસ્ટેસ કેવી હાઈ ફાઈ લાઈફ…

તાલિબાને અફઘાનિસ્તાનનો કબજો સંભાળ્યા બાદ દેશની સ્થાનિક એરલાઇન્સ બંધ કરી દેવામાં આવી હતી. હવે એરલાઇન્સ ફરી શરૂ કરી દેવામાં આવી છે.પહેલા અફઘાનિસ્તાન એરલાઇન્સ સેવાઓમાં મહિલા એરહોસ્ટેસ હતી જે યુરોપિયનથી લઈને પરંપરાગત વેશભૂષામાં રહેતી હોય છે, પરંતુ હવે અફઘાનિસ્તાન એરલાઇન્સમાં આ જૂની વાત છે. અફઘાનિસ્તાનમાં એક એરલાઈન્સમાં પાયલોટથી લઈને એરહોસ્ટેસ સુધીની તમામ મહિલાઓ હતી.

અફઘાનિસ્તાનની સરકારી એરલાઈન એરિયાનાએ કાબુલથી દેશના ત્રણ શહેરોમાં પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. આ ફ્લાઇટ્સમાં ભારે ભીડ પણ હતી. કતારની ટેકનિકલ ટીમ દ્વારા કાબુલ એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું છે. એરલાઇન શરૂ થયા બાદ પાયલોટ પ્લેનમાંથી ઉતરતા જોવા મળે છે. વિમાનમાં ભીડ પણ જોવા મળી હતી, પરંતુ માત્ર એરહોસ્ટેસ જ નજર આવી ન હતી જે થોડા મહિના પહેલા સુધી આ વિમાનોનો આવશ્યક ભાગ હતી.

અફઘાનિસ્તાનની એરલાઇન્સે તેમની વેબસાઇટ દ્વારા હવાઇ સેવા ફરી શરૂ કરવા અંગે માહિતી આપી હતી. પાયલોટ અને મેલ એર એટેન્ડન્ટ્સના ગ્રુપ તસવીરો સાઇટ પર પોસ્ટ કરવામાં આવી હતી પરંતુ આ ગ્રુપ તસવીરમાં ક્યાંય એરહોસ્ટેસ નથી. આ એરલાઇને એક મહિલા એરહોસ્ટેસ સિવાયની તમામ તસવીરો સાઇટ પરથી હટાવી દીધી હતી.

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો તે પહેલા એર હોસ્ટેસ ત્યાંની સરકારી એરલાઇન્સનો આવશ્યક ભાગ હતો. તે મુસાફરોનુ સ્વાગત કરતી હતી. થોડા સમય પહેલા એરલાઇન્સ દ્વારા તેમનો પારંપરિક વેશભૂષા નક્કી કરવામાં આવ્યો હતો. જોકે આ પહેલા તેમનો ડ્રેસ અલગ હતો. તાલિબાનના આગમન બાદ અફઘાનિસ્તાનના વિમાનોમાં મહિલાઓ ભાગ્યે જ કામ કરતી જોવા મળી હતી.

આ અફઘાન એરલાઇન કેમ એરલાઇન્સની તસવીર છે, જેમાં વધુ મહિલા કર્મચારીઓ સાથે કામ કર્યું હોવાનું કહેવાય છે. 106 મહિલાઓએ કામ કર્યું હતું. જેમાં 46 એરહોસ્ટેસ હતી અને બાકીની પાયલોટ, મેનેજર અને અન્ય હોદ્દા પર હતી. આ તસવીર આ વર્ષના માર્ચની છે, જ્યારે આ એરલાઇન્સે કાબુલથી હેરત સુધીની મુસાફરી કરી હતી. આ ફ્લાઇટની ખાસ વાત એ હતી કે પાયલોટથી લઇને એર એટેન્ડન્ટ સુધી તમામ મહિલાઓ હતી.

આ અફઘાનિસ્તાનની ખાનગી એરલાઇન સૈફીની એક જાહેરાત છે જેમાં એરહોસ્ટેસ સાથે એક પુરુષ ફ્લાઇટ પર્સર નજર આવી રહ્યું છે અને લોકોને જાહેરાત દ્વારા ઉડાન ભરવાની અપીલ કરવામાં આવી રહી હતી. આ એરલાઇનની એરહોસ્ટેસને સૌથી ગ્લેમરસ માનવામાં આવતી હતી.

અફઘાનિસ્તાનની પ્રાઇવેટ એરલાઇન સૈફી આ દિવસોમાં બંધ છે. પરંતુ એવું માનવામાં આવતું હતું કે તેમણે તેની સેવામાં માત્ર સુંદર અને ગ્લેમરસ એરહોસ્ટેસને જ નોકરી આપી હતી સાથે જ તેમનો ડાર્ક બ્લુ ડ્રેસ પણ ખૂબ જ આકર્ષક અને સ્માર્ટ હતો. હવે અફઘાનિસ્તાન માટે આ વાત જૂની થઇ ગઈ છે.

આ વર્ષ 2002ની દિલ્હીથી કાબુલ જવા વાળી એરિયાના એરલાઇન્સની તસવીર છે. જેમાં અફઘાની એરહોસ્ટેસ મુસાફરોને સોફ્ટ ડ્રિંક્સ આપી રહી છે. સરકારી એરલાઈન એરિયાનાએ 1955માં અફઘાનિસ્તાનમાં કામગીરી શરૂ કરી હતી. આ 60-70ના દાયકાની એરલાઇનની તસવીર છે જેમાં મહિલા પાયલોટ અને એરહોસ્ટેસ એક સાથે પોઝ આપી રહી છે.

Patel Meet