મોદીજી અમને બચાવી લો…ભારતમાં રહેતા અફઘાનીઓની PM ને કરી વિનંતી:એક એકને પકડી પકડીને મારી નાંખશે; જલ્દી

છેલ્લા 10 દિવસથી અફઘાનિસ્તાનમાં ભયનો માહોલ વ્યાપેલો છે, લોકો ભયના માર્યા દેશ પણ છોડી રહ્યા છે, તો ઘણા લોકો હજુ દેશની અંદર જ છે, પરંતુ હવે વિરોધ માટે અવાજ ઉઠવાનું પણ શરૂ થઇ ગયું છે. તાલિબાન વિરુદ્ધ લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે અને તે ઘણા શહેરોમાં પણ ફેલાઈ ગયું છે. જેમાં રાજધાની કાબુલ પણ સામેલ છે.

અફઘાનિસ્તાનમાં હાલ લોકોની હાલત ખુબ જ ખરાબ થઇ રહી છે, ઘણા લોકો અફઘાનિસ્તાન છોડી અને દેશની બહાર જવા માટે કાબુલ એરપોર્ટ ઉપર ભેગા થયા છે. ત્યારે હાલ અફઘાનના ઘણા મીડિયા હાઉસ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે કે કાબુલથી નીકળવાની રાહ જોઈ રહેલા કેટલાય તાલિબાનીઓએ અપહરણ કરી લીધું છે.

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે અપહરણ કરવામાં આવેલા લોકોમાં ભારતીયો પણ સામેલ છે. જો કે હજુ સુધી આ વાતની કોઈ અધિકારીક પુષ્ટિ નથી કરવામાં આવી. હજુ વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે.

ભારત સરકાર દ્વારા પણ હજુ સુધી આ વાતને લઈને કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું. રિપોર્ટ પ્રમાણે કાબુલના હામિદ કરજઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજકથી આ લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે.

તાલિબાને જે રીતે કબ્જો જમાવ્યો એના લીધે ત્યાં દયનીય માહોલ થઇ છે. તેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. આપણાં ભારતમાં રહેનારા અફઘાની હેરાન છે, તેમને અફઘાનિસ્તાનમાં રહેતા પોતાના પરિવારની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. દિલ્હીના ચાણક્યપુરીમાં અમેરિકા, રુસ, અફઘાનિસ્તાન સહિત દરેક દેશોના દૂતાવાસ છે.

અફઘાનિસ્તાનના ફરિશ્તા રહમા તેમના બહેન સાથે chellaએક વર્ષથી ભારતમાં રહે છે. તે ભારતમાં શરણાર્થી તરીકે રહે છે. તેમની મા અફઘાનિસ્તાનમાં આર્મીમાં હતી, જેના લીધે ગયા વર્ષે તાલિબાને તેમના પિતાની હત્યા કરી હતી. તેના પછી તેમની મમ્મી ડિપ્રેશનથી પીડાઈ રહી છે. ત્યાં ખુબ જ ખરાબ સ્થિતિને લીધે તેમને ભારત આવવું પડ્યું, પરંતુ ભારતમાં પણ તેમની જીંદગી મુશ્કેલીથી ગુજરી રહી છે.

તેણી પોતાનુ દુ:ખ દર્દ કહેતા તો રડી પડે છે, તેમને કાઈ સમજમાં આવતુ નથી કે સંકટના આ સમયમાં શું કરીએ? UN હ્યુમન રાઈટ્સ કમીશનથી લઈને અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દૂતાવાસોમાં વિનંતી કરી ચૂકી છે, ઈમેલ કર્યા છે, પરંતુ કોઈ સુનાવણી નથી થઈ રહી. જ્યારે અમે તેમને સવાલ કર્યો કે અમેરિકા અને ભારતથી શું આશા રાખે છે?

તે કહે છે કે મારી ઈચ્છા છું કે અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડેન અને ભારતના વડાપ્રધાન મોદીજી અમારા જીવનને મૂલ્ય આપે. અમે જીવવા માંગીએ છીએ. તાલિબાન ખૂબ જ ખતરનાક છે, જેઓ યુએસ આર્મી સાથે કામ કરતા હતા તેઓને તાલિબાની શોધી-શોધીને મારી રહ્યા છે.. તેથી, ત્યાંથી લોકો વિમાનમાં લટકી-લટકી ભાગી રહ્યા છે


અને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ડરનું વાતાવરણ એવું થઇ ચૂક્યું છે કે અમારા પરિવારની કે આજુબાજુની છોકરીઓ ઘરની બહાર નીકળી શકતી નથી. 20 વર્ષ પહેલા જ્યારે અમેરિકનની આર્મી આવી ત્યારે અફઘાનિસ્તાનમાં સુરક્ષા વધી હતી. અશરફ ગનીએ અમારો દેશ પાકિસ્તાનને વેચી દીધો, પાકિસ્તાન આતંકવાદી દેશ છે, અમને બચાવો.

YC