મહિલા પોલીસ અધિકારીને તાલિબાનીઓએ આપી હતી અમાનવીય સજા? આંખો ફોડી અને…સાંભળીને તમારું લોહી પણ ઉકળી ઉઠશે

તાલિબાન સ્ત્રીઓ કૂતરાઓ સાથે આવું આવું કરાવે છે, મહિલાએ કહ્યું.. હું ગર્ભવતી હતી, તેમને મારી આંખો કાઢી લીધી અને પછી..

આ ઘટના ગયા વર્ષની (નવેમ્બર 2020) છે.અફઘાનિસ્તાન ઉપર તાલિબાનના કબ્જા બાદ મહિલાના અધિકારોને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. તેમના ઉપર થઇ રહેલી હિંસાની ખબરો પણ સતત આવી હતી. તાલિબાની આતંકીઓએ 33 વર્ષની એક મહિલાને પોલીસ સ્ટેશનમાં કામ કરવાના ગુન્હા હેઠળ આંખોની અંદર ચાકુ મારી અને ફોડી નાખ્યા બાદ ગોળી મારી દીધી હતી. જો કે આસપાસ હાજર રહેલા લોકોના કારણે મહિલાને હોસ્પિટલ પહોચવવામાં આવી અને તેનો જીવ બચી ગયો.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ગયા વર્ષની (નવેમ્બર 2020) છે, 33 વર્ષની ખટેરા ગજની પ્રાંતના એક પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હતી. તે ત્રણ મહિના પહેલા જ ગજની પોલીસમાં એક અપરાધ શાખામાં અધિકારીના જોડાઈ હતી. તેમને હુમલા બાદ રોયટર્સને જણાવ્યું કે જો મારા ઉપર ઓછામાં ઓછું એક વર્ષ પોલીસની નોકરી કર્યા બાદ આ હુમલો થતો તો મને આટલી તકલીફ ના થતી. આબધુ  બહુ જ જલ્દી થઇ ગયું. મને મારા સપના જીવવા અને પોલીસમાં ફક્ત ત્રણ મહિના જ કામ કરવાનો અવસર મળ્યો.

તો હેરાન કરી દેનારી વાત એ છે કે આ મહિલાએ આ હુમલા પાછળ તેના પિતાને જ જવાબદાર ગણાવ્યા છે. તેને જણાવ્યું કે, તેના પિતાને તે આ નોકરી કરે એ પસંદ નહોતું, જેના કારણે તે તેનો પીછો પણ કરતા હતા. તેમને જ પાસેના વિસ્તારના તાલિબાન સાથે સંપર્ક કર્યો અને મને નોકરી ઉપર જતા રોકવા માટે જણાવ્યું હતું. તેના પિતાએ જ તાલિબાનને પોતાની દીકરીનું પોલીસ નોકરી વાળું આઈડી કાર્ડની ઝેરોક્સ પણ આપી હતી.

ખટેરાએ જણાવ્યું કે હું ભાગ્યશાળી હતી કે બચી ગઈ. તેને જણાવ્યું કે તે કોઈ કામથી ઘરે જઈ રહી હતી. ત્યારે જ ત્રણ તાલિબાની છોકરાએ તેને ઘેરી લીધી. તેમને એક આઈડી ચેક કર્યું અને બાદમાં ગોળી મારવાનું શરૂ કરી દીધું. તેને એમ પણ જણાવ્યું કે ક્યારેક ક્યારેક અમારા શરીરને કૂતરાને ખવડાવવામાં આવે છે. હું ભાગ્યશાળી હતી કે હું બચી ગઈ, તાલિબાનની નજરમાં મહિલા જીવતી નથી પરંતુ માંસ છે.

તાલિબાને હુમલામાં સંડોવણીને નકારી હતી : મીડિયા રિપોર્ટ પ્રમાણે ગજની પોલીસના પ્રવક્તાએ કહ્યું હતું કે આ હુમલા પાછળ તાલિબાનનો હાથ છે. ખટેરાના પિતાને પણ આ કાવતરા માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તાલિબાને આ હુમલામાં પોતાની સંડોવણી નકારી છે. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે તેઓ આ બાબતથી વાકેફ છે, પરંતુ તે પારિવારિક બાબત છે અને તેઓ તેમાં સામેલ નથી.

Niraj Patel