BREAKING NEWS: આવી ગયા અચ્છે દિન ! સરકાર દ્વારા કરવામાં આવી મોટી જાહેરાત, 1.1 લાખ કરોડ…

વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક આર્થિક રાહતોની ઘોષણા કરવામાં આવી. સરકારે આ વખતે હેલ્થ સેક્ટર પર જોર આપ્યુ છે. કોરોનાની માર સામે ઝઝૂમી રહેલા સેક્ટરો માટે કેટલાક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

નિર્મલા સીતારમણે કોરોના પ્રભાવિત સેક્ટરો માટે 1.1 લાખ કરોડ રૂપિયાની લોન ગેરંટી સ્કિમનું એલાન કર્યુ છે. આ યોજનામાં 50 હજાર કરોડ રૂપિયાની લોન ગેરંટી હેલ્થ સેક્ટરને, જયારે 60 હજાર કરોડ રૂપિયાની અન્ય સેક્ટરોને આપવામાં આવી રહી છે.

ભારત આવનાર 5 લાખ ટુરિસ્ટને વીઝા શુલ્ક નહીં આપવો પડે. 2019 માં 1.93 લાખ પ્રવાસીઓ ભારત આવ્યાં. આ સ્કીમ 31 માર્ચ સુધી ચાલુ રહેશે. તેની પર કુલ 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે એલાન કરતા સમયે કહ્યુ કે, 3 વર્ષ માટે ક્રેડિટ ગેરંટી યોજના છે. નાના ઉધારદાતાઓને લોનની સુવિધા આપવામાં આવશે. તેમણે કહ્યુ કે, આપાત ઋણ સુવિધા ગેરંટી યોજનાનો દાયરો વધી રહ્યો છે, આ યોજનાથી એમએસએમઇ અન્ય ક્ષેત્રોને કોઇ પણ ગેરંટી વગર કર્જ ઉપલબ્ધ કરાવવવામાં આવ્યુ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 6.28 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.25 લાખ નાના કર્જ લેણદારોને નીચા વ્યાજ પર ઋણ ઉપલબ્ધ કરાવવા માટે નવી યોજનાની ઘોષણા કરી. તેના અંતર્ગત 1.25 લાખ રૂપિયા સુધી કર્જ આપવામાં આવશે.

નિર્મલા સીતારમણે 11,000 રજિસ્ટર્ડ ટૂરિસ્ટ તેમજ ટ્રાવલ એન્ડ ટૂરિઝ્મ સેક્ટરના સ્ટોક હોલ્ડર્સને રાહત પેકેજની જાહેરાત કરી છે. રૂ. 1 લાખ સુધીની 100 ટકા બાંયધરી લોન અને માન્યતા પ્રાપ્ત ટ્રેવલ અને ટૂરિઝ્મના સ્ટોક હોલ્ડર્સને 10 લાખ સુધીની 100 ટકા ગેરેંટેડ લોન મળશે.

નાણામંત્રીએ નાના ઉદ્યોગ એકમોને ટેકો આપવા માટે ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરન્ટી સ્કીમ જે 3 લાખ કરોડ રુપિયા છે તેને વધારી 4.5 લાખ કરોડ કરી દેવાઈ છે. આ સ્કીમ હેઠળ અત્યાર સુધી એમએસએમઆઈ, હોસ્પિટિલિટી સેક્ટરને 2.69 લાખ કરોડ રુપિયા વિતરીત કરી દેવાયા છે.

Shah Jina