3 દિવસ તાબડતોબ કમાણી કર્યા બાદ ચોથા દિવસે જ પાણીમાં બેસી ગઈ ફિલ્મ “આદિપુરુષ”, રામાયણ સાથે આવો મઝાક સહન ના કરી શક્યા દર્શકો

ચોથા દિવસે બોક્સ ઓફિસ પર પછડાઈ ફિલ્મ આદિપુરુષ, કરી ફક્ત આટલા કરોડની કમાણી, જુઓ આંકડો

Adipurush Monday Box Office Collection : હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ “આદિપુરુષ”ના માથા પર વિરોધોના વાદળો મંડરાઈ રહ્યા છે. જે ફિલ્મ માટે દર્શકો ખુબ જ ઉત્સાહિત હતા તેમના ઉત્સાહ પર ફિલના રિલીઝ બાદ પાણી ફરી વળ્યું અને મોટી સંખ્યામાં આ ફિલ્મના VFX અને ડાયલોગને લઈને વિરોધ પણ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ વિરોધની અસર હવે બોક્સ ઓફિસ પર પણ જોવા મળી રહી છે.

ફિલ્મ સમીક્ષકોથી લઈને ટીવી કલાકારો સુધી દરેક જણ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા દ્રશ્યોની ટીકા કરી રહ્યા છે. ક્યાંક ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ થઈ રહી છે તો ક્યાંક ફિલ્મ વિરુદ્ધ ફરિયાદો થઈ રહી છે. આ બધું હોવા છતાં, આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 350 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 200 કરોડની ક્લબમાં પ્રવેશી ગઈ છે. જોકે, સામે આવી રહેલા અહેવાલો અનુસાર સતત 3 દિવસ કમાનાઈ કર્યા બાદ ચોથા દિવસે ફિલ્મની કમાણીમાં જોરદાર ઘટાડો નોંધાયો. ચોથા દિવસે એટલે કે સોમવારે ફિલ્મની કમાણીમાં 70 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો અને આ ફિલ્મે ફક્ત 20 કરોડનો બિઝનેસ કર્યો.

‘આદિપુરુષ’એ પ્રથમ સપ્તાહમાં બોક્સ ઓફિસ પર રૂ. 110 કરોડથી વધુની કમાણી કરી હતી. ફિલ્મે પહેલા ત્રણ દિવસમાં 37 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ સોમવારના બોક્સ ઓફિસના અહેવાલો જોતા એવું લાગે છે કે ચોથા દિવસે જનતા ભૂલી ગઈ છે કે સિનેમાઘરોમાં કોઈ મોટી ફિલ્મ દેખાઈ રહી છે.

Niraj Patel