સુષ્મિતા સેનથી શિલ્પાની કુંવારી બહેન, આટલી બધી અભિનેત્રીઓ ફ્લોપ ફિલ્મો આપી તો પણ કરોડોની ગાડીઓ અને કરોડોના ઘરમાં આલીશાન જિંદગી જીવે છે, જુઓ લિસ્ટ
બોલિવૂડમાં કેટલાક સ્ટાર્સ ચમકે છે પરંતુ કેટલાક સેલેબ્સ એવા છે જેમની ફિલ્મો લોકોએ પસંદ કરી હતી નહિ. તેમની ફિલ્મોની જેમ બોલીવુડમાં પણ તેમની કારકિર્દી ફ્લોપ રહી. આમાં બહારના લોકોથી લઈને સ્ટારકિડ્સ સુધીનો સમાવેશ થાય છે. ફ્લોપ ફિલ્મી કારકિર્દી હોવા છતાં તે સેલેબ્સ આજે સુપર વૈભવી જીવન જીવી રહ્યા છે.
1. સેલિના જેટલી – સેલિના જેટલીએ બોલિવૂડમાં જાનશી, અપના સપના મની – મની, ખેલ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેના અભિનયનો જાદુ દર્શકો પર કામ કરી શક્યો નહીં. તેણે ફિલ્મો છોડી દીધી અને પીટર હાગ સાથે લગ્ન કરી લીધા હતા જે ઓસ્ટ્રિયન માણસ હતો. પીટર સિંગાપોર અને દુબઈની ઘણી હોટલોનો માલિક છે. 2014માં સેલિનાએ “ધ વેલકમ” વિડીયો માટે પોતાનો અવાજ આપ્યો, તેણે તેમાંથી ઘણા પૈસા કમાવ્યા. વિડીયો ‘ગે રાઇટ્સ’ પર હતો. સેલિના એલજીબીટી સમુદાયની સમર્થક છે.
2. મલાઈકા અરોરા – મલાઈકાએ બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેણે કેટલાક ડાન્સ નંબર પણ આપ્યા, પરંતુ તેની કારકિર્દી વધુ આગળ વધી શકી નહીં. હવે તેનો સાઈડ બિઝનેસ ચલાવે છે. મલાઈકા ઘણા રિયાલિટી શો પણ હોસ્ટ કરે છે. આ ઉપરાંત, મલાઈકાનો ઈ-કોમર્સ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ “ધ લેબલ લાઈફ”માં પણ નોંધપાત્ર હિસ્સો છે.
3. કિમ શર્મા – તુમસે અચ્છા કૌન હૈ, મોહબ્બતેં, નહલે પે દહલા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કિમ શર્માની બોલિવૂડમાં કારકિર્દી કઈ ખાસ રહી નહિ. ફ્લોપ ફિલ્મો છોડીને તેણે કેન્યામાં રહેતા બિઝનેસમેન અલી પંજાની સાથે લગ્ન કર્યા. કિમ કેન્યામાં પંજાની હોટલની માલીકીન છે અને વૈભવી જીવન જીવે છે.
4. શમિતા શેટ્ટી – શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ બોલિવૂડમાં મોહબ્બતેં, ઝહેર, ફરેબ જેવી કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો હતો પરંતુ ટૂંક સમયમાં માયાનગરીથી અલગ થઈ ગઈ. તે ઈન્ટિરિયર ડિઝાઇનિંગમાં કામ કરે છે. આ સિવાય તે અલ્ડો, ઓડી, iijas જ્વેલરી જેવી ઘણી બ્રાન્ડ સાથે પણ જોડાયેલી છે.
5. આયેશા ટાકિયા – બોલિવૂડમાં આયેશાની કારકિર્દી ફ્લોપ રહી હતી. તેણે કેટલીક ફિલ્મો બાદ બોલિવૂડને અલવિદા કહ્યું અને ફરહાન આઝમી સાથે લગ્ન કરીને લાઈફ સેટલ કરી દીધી. ફરહાન અનેક હોટલોના માલિક છે અને તેના પિતા અબુ આઝમી રાજકારણી છે. આયેશા આજે અમીર અને પ્રખ્યાત પરિવારમાં વૈભવી જીવન જીવી રહી છે.
6. સુષ્મિતા સેન – 1994માં ફેમિના મિસ ઇન્ડિયા યુનિવર્સ બની ચૂકેલી સુષ્મિતા સેન ખૂબ જ સુંદર છે, પરંતુ તેની ફિલ્મો કંઇ ખાસ કરી શકી નહિ. તેણે બોલિવૂડમાં ઘણી ઓછી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ આજે પણ તે ફિલ્મોમાં તેના નેનો રોલ કરવા માટે પણ લગભગ 3 કરોડ રૂપિયા લે છે. સુષ્મિતા દુબઈમાં એક જ્વેલરી બ્રાન્ડ ચલાવે છે જેમાંથી તે ઘણી કમાણી કરે છે. આ ઉપરાંત તે વિદેશમાં રિયલ એસ્ટેટ બ્રાન્ડ્સને પણ પ્રમોટ કરે છે.