મનોરંજન

બોલીવુડમાં હવે બેબી બંપ છુપાવવાનો નહીં પરંતુ દેખાડવાનો જમાનો આવ્યો

બોલીવુડમાં હવે બેબી બંપ છુપાવવાનો નહીં પરંતુ દેખાડવાનો જમાનો આવ્યો…9 અભિનેત્રીઓએ જગજાહેર બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો

એક સમય હતો જયારે બૉલીવુડ એક્ટ્રેસ પ પ્રેગનેન્સીમાં ટેબો બેબી બંપ છુપાવતી નજરે આવતી હતી. તે ઇચ્છતી ના હતી કે તેના બેબી બંપની તસ્વીર મીડિયામાં આવે. પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે.

આજકાલ એક્ટ્રેસ પ્રેગનેન્સીના પીરિયસમાં શાંતિથી નથી બેસતી. દરેક સમયનો આનંદ માણે છે. હવે બેબી બંપ ફ્લોન્ટ કરવાનો ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે. બૉલીવુડ એક્ટ્રેસ તો હવે બેબી બંપ સાથે ફોટોશૂટ કરાવતી નજરે ચડે છે. બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને કરીના કપૂર ખાન બંને માતા બનવાની છે. આ બંને એક્ટ્રેસ લગાતાર તેની બેબી બંપ સાથેની તસ્વીર શેર કરતી રહે છે.

1.કરીના કપૂર ખાન

બૉલીવુડ એક્ટ્રેસ અને સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂર ખાનનું નામ આ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે. બેબો વર્ષ 2021માં બીજા બાળકને જન્મ આપશે. આજકાલ કરીના તેના પ્રેગનેન્સીના સમયનો આનંદ માણી રહી છે. આટલું જ નહીં કરીના તેના બેબી બંપ છુપાવવનો પ્રયાસ પણ નથી કરતી. આજકાલ કરીના બેબી બંપ સાથે નજરે આવી રહી છે. હાલમાં જ કરીનાએ બેબી બંપ ફ્લોન્ટ કરતી તસ્વીર શેર કરી હતી. કરીના જયારે પહેલીવાર ગર્ભવતી હતી ત્યારે તેને રેમ્પ વોક કર્યું હતું.

2.અનુષ્કા શર્મા

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા જાન્યુઆરી 2021માં પહેલા બાળકને જન્મ આપશે. અનુષ્કા શર્મા આજકાલ બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે ચડે છે. હાલમાં જ તેને બેબીબંપ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આ દરમિયાન એક્ટ્રેસે મેટરનિટી સ્વીમશુટ પહેર્યું હતું. આજકાલ અનુષ્કા શર્મા તેની તસ્વીર સોશીયલ મીડિયામાં શેર કરતી રહે છે. હવે જમાનો બદલાઈ ચુક્યો છે. બેબી બંપ છુપાવવાનો બદલે સરેઆમ દેખાડવામાં આવી રહ્યા છે.

3.લીઝા હેડન

 

View this post on Instagram

 

A post shared by Lisa Lalvani (@lisahaydon)

લીઝા હેડન બૉલીવુડની કુલ મોમ પૈકી એક છે. લીઝ 2 બાળકોની માતા બની ચુકી છે. લોઝ હેડને તેની પ્રેગનેન્સી દરમિયાન ઘણી વાર પહેરીને બેબી બંપ ફ્લોન્ટ કર્યો છે. આટલું જ નહીં લીઝાએ તેની પહેલી પ્રેગનેન્સી દરમિયાન મેગેઝીનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું.

4.અમૃતા રાવ

શાહિદ કપૂરની એક્ટ્રેસ અમૃતા રાવ હાલમાં જ માતા બની છે. તેને ગત મહિને દીકરાને જન્મ આપ્યો હતો. માતા બન્યા પહેલા અમૃતાએ બેબી બંપ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. જેની એક ઝલક તેને સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જણાવી દઈએ કે, અમૃતા લગ્નના 4 વર્ષ બાદ માતા બની છે.

5.સોહા અલી ખાન

Image source

સૈફ અલી ખાનની બહેન અને એક્ટ્રેસ સોહા અલી ખાનએ 2017માં દીકરી ઇનાયાને જન્મ આપ્યો હતો. દીકરીને જન્મ આપ્યા પહેલા તે સોશિયલ મીડિયામાં બેબી બંપફ્લોન્ટ કરતા અચાકાતી નથી. જણાવી દઈએ કે, સોહા અલી ખાને કૃણાલ ખેમુ સાથે 2015માં લગ્ન કર્યા હતા.

6.કલ્કિ કોચલીન

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani)

અભિનેત્રી કલ્કી થોડા દિવસો પહેલા માતા બની હતી. લગ્ન વિના માતા બની ગયેલી કલ્કીએ તેની પ્રેગનેન્સીનો ખૂબ આનંદ માણ્યો હતો. તેણે ગર્ભાવસ્થા દરમિયાન ઘણા સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવ્યા હતા. જેની પણ ઘણી ચર્ચા કરવામાં આવી હતી.

7.સમીરા રેડ્ડી

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

2019માં અંડરવોટર પ્રેગ્નેન્સી ફોટોશૂટને લઈને સમીરા ચર્ચામાં આવી હતી. સમીરાએ સોશિયલ મીડિયામાં પ્રેગનેન્સી દરમિયાન ઘણી તસ્વીર શેર કરી હતી. સમીરાએ આ તસ્વીર સાથે આવનારી પરેશાનીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેનું વજન 102 કિલો થઇ ગયું હતું.

8.એમી જૈક્સન

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson)

બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં નજરે આવી ચૂકેલી અભિનેત્રી એમી જેક્સન હવે એક પુત્રની માતા છે. તેણે ગયા વર્ષે એક પુત્રને જન્મ આપ્યો હતો. એમીએ પ્રેગનેન્સીના સમયનો આનંદ માણ્યો છે. એમીએ તેની પ્રેગનેન્સી દરમિયાન તેના બેબી બંપની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણે ઘણી વાર પહેરીને તેના બેબી બંપને ફ્લોન્ટ કર્યો હતો.

9.કોંકણા સેન

Image source

કોંકણાએ પ્રેગનેન્સીની મજા માણતી વખતે તે બધું કર્યું જે કોઈ બૉલીવુડ સેલિબ્રિટીએ ના કર્યું હોય. તેણીએ ગર્ભાવસ્થા દરમિયાન હોલીવુડ માટે કામ કર્યું હતું અને સેલિબ્રિટી મેગેઝિન “ઓકે” ના કવર માટે બેબી બંપ સાથે પોઝ આપ્યો હતો.