આ મશહૂર પંજાબી અભિનેત્રીનું થયુ નિધન, બ્રેઇન ટ્યુમર સામે જંગ લડી રહેલી અભનેત્રી 1 વર્ષથી હતી કોમામાં

પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખૂબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. દિગ્ગજ પંજાબી અભિનેત્રી દલજીત કૌરનું નિધન થયું છે. દલજીત કૌરે 69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ઘણી સુપર ડુપર ફિલ્મો આપનાર દિલજીતે પંજાબી સિનેમામાં મહત્વનું યોગદાન આપ્યું છે. અભિનેત્રીના નિધનથી ચાહકો શોકમાં છે. પંજાબી સિનેમામાં પણ ઉદાસનું વાતાવરણ છે. દલજીતનું 17 નવેમ્બરના રોજ લુધિયાણામાં તેના પિતરાઈ ભાઈના ઘરે નિધન થયું હતું.

અભિનેત્રીના પિતરાઈ ભાઈ હરિન્દર સિંહ ખંગુરાના જણાવ્યા અનુસાર, 69 વર્ષીય દલજીત છેલ્લા 3 વર્ષથી બ્રેઈન ટ્યુમર સામે જંગ લડી રહી હતી. દલજીત છેલ્લા 1 વર્ષથી ડીપ કોમામાં હતી. અભિનેત્રીના અંતિમ સંસ્કાર શુક્રવારે એટલે કે આજે કરવામાં આવશે. દલજીત કૌર પંજાબી સિનેમાનું ગૌરવ હતું. સિંગર મીકા સિંહે દલજીત કૌરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મિકાએ ટ્વીટ કરીને લખ્યું- એક સુંદર અભિનેત્રી, પંજાબની દિગ્ગજ દલજીત કૌર હવે આપણી વચ્ચે નથી રહી. તેમની આત્માને શાંતિ મળે.

જણાવી દઈએ કે પંજાબી ફિલ્મો સિવાય દલજીત કૌર હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. અભિનેત્રીએ 10થી વધુ હિન્દી અને 70 જેટલી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પહેલી ફિલ્મ દાજ 1976માં રિલીઝ થઈ હતી. તે પુત્ત જટ્ટાં દે, મારામન ગુલ હૈ, કી બનુ દુનિયા દા, સરપંચ અને પટોળા જેવી પંજાબી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી. જો કે, પતિ હરમિન્દર સિંહ દેઓલનું રોડ અકસ્માતમાં મોત થયા બાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.

તે છેલ્લે પંજાબી ફિલ્મ ‘સિંહ બનામ કૌર’માં ગિપ્પી ગ્રેવાલની માતા તરીકે જોવા મળી હતી. દલજીત કૌરે દિલ્હીની લેડી શ્રી રામ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1976માં કરી હતી. દલજીત કૌર એક ફિલ્મ અભિનેત્રી તેમજ કબડ્ડી અને હોકીની રાષ્ટ્રીય ખેલાડી છે, તેનો જન્મ 1953માં પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં થયો હતો. તેનો ધંધો પણ ત્યાં જ હતો,

પરંતુ ગંભીર માનસિક બીમારીથી પીડિત હોવાને કારણે તે તેના પાછલા જીવનને ભૂલી ગઈ હતી. આ પછી, તે મુંબઈથી લુધિયાણાના ગુરુસર સુધર બજારમાં તેના સંબંધીના ઘરે રહેવા ગઈ. જો કે, દલજીત કૌર મૂળ લુધિયાણાના એટિયાના ગામની રહેવાસી હતી, પરંતુ તેને પોતાનું કોઈ સંતાન ન હતું અને તે છેલ્લા 12 વર્ષથી ગુરુસર સુધરમાં રહેતી હતી.

Shah Jina