34 વર્ષની કાચી ઉંમરમાં જ આ ખ્યાતનામ અભિનેત્રીનું થયું નિધન, ઘરમાંથી મળી લાવારિસ લાશ, મોત પહેલા જ કરી હતી સોશિયલ મીડિયામાં આ પોસ્ટ

Actress Aparna P Nair Found Dead : મનોરજંન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબરો આવતી રહે છે. જેમાં ઘણા સેલેબ્રિટીઓના નિધન થતા હોય છે તો તેમના પરિવારજનોના નિધનથી ચાહકોમાં પણ શોકનો માહોલ છવાઈ જતો હોય છે. હાલ પણ એક એવી જ ખબર સામે આવી રહી છે, જેનાથી ચાહકો અને ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 31 વર્ષની એક જાણીતી અભિનેત્રીની લાશ તેના જ ઘરમાંથી મળી આવી છે, તેને મોતના થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ પણ કરી હતી.

ફંદા પર લટકતી મળી લાશ :

મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ અપર્ણા નાયર ગઈકાલે રાત્રે તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેની લાશ કરમણ થાલા સ્થિત તેના ઘરની અંદર લટકતી હાલતમાં મળી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અપર્ણાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવી. મૃતદેહને ખાનગી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. પોલીસે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઈન્ડસ્ટ્રીનું હતું મોટું નામ :

અપર્ણા નાયર મનોરંજન ઉદ્યોગના જાણીતા ચહેરાઓમાંથી એક હતા. તેમણે મેઘાતીર્થમ, મુધુગૌવ, કલ્કી, કદલુ પરાંજા કડા અને અન્ય ફિલ્મોમાં નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી હતી. અભિનેત્રીના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. અપર્ણાના નિધનના સમાચાર બહાર આવ્યા બાદ તરત જ તેની એક સોશિયલ મીડિયા પોસ્ટ ધ્યાન આકર્ષિત કરી રહી છે. તેમના મૃત્યુના થોડા કલાકો પહેલા, તેમણે તેમની પુત્રીનો એક વીડિયો શેર કર્યો હતો.

થોડા સમય પહેલા જ પોસ્ટ કરી હતી :

થોડા દિવસો પહેલા, તેણે બેકગ્રાઉન્ડ સ્કોર સાથે તેના ફોટાઓનો એક વિડિયો કોલાજ પણ શેર કર્યો હતો જેમાં તેણે સમજાવ્યું હતું કે સ્ત્રીને તેના જીવનમાં કઈ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. તેણે ફેન્સ સાથે તેના પરિવારની તસવીરો પણ શેર કરી હતી. તમને જણાવી દઈએ કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી અને ઘણીવાર તેની દીકરીઓ અને પરિવારના ફોટા શેર કરતી હતી.

ઈંગ્લીશ મીડિયમમાં કર્યો હતો અભ્યાસ :

અપર્ણા તેન્હીપાલમ, મલપ્પુરમમાં જન્મેલી. તેણે ત્યાંની સેન્ટ પોલ ઈંગ્લિશ મિડિયમ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી, તેણે સેન્ટ ટેરેસા કોલેજ, કોચીમાંથી ગ્રેજ્યુએશન કર્યું.. 2005 થી, તેણે મલયાલમ ફિલ્મ માયોખમથી તેની અભિનય કારકિર્દી શરૂ કરી. અપર્ણા નાયર ખૂબ પ્રખ્યાત અભિનેત્રી હતી. તેણે ચંદનમાઝા, આત્મસાખી, મૈથિલી વીંદુમ વરુમ અને દેવસ્પર્શમ જેવા ટીવી શોમાં કામ કર્યું.

Niraj Patel