આ ખ્યાતનામ આભિનેતાનો કોરોનાએ લઇ લીધો ભોગ, મોત પહેલા લખ્યો એવો સંદેશ કે લોકોએ કહ્યું, “કદાચ સોનુ સુદે વાંચી લીધો હોત તો આજે…”

છેલ્લો મેસેજ વાંચીને નથી રોકાઈ રહ્યા ચાહકોના આંસુ, આખી સ્ટોરી વાંચીને તમારા રુવાડા ઉભા ન થાય તો કહેજો

નેટફ્લિક્સ  ફિલ્મ “અનફ્રીડમ”માં નજર આવી ચૂકેલા અભિનેતા રાહુલ વોહરાનું નિધન થઇ ગયું છે. લાંબા સમયથી તે કોરોના વાયરસથી જિંદગી સામેનો જંગ લડી રહ્યો હતો. અને આખરે તે આ જંગ હારી ગયો. થિયેટર ડાયરેક્ટર અને પ્લે રાઇટર અરવિંદ ગૌરે પોતાની ફેસબુક પોસ્ટમાં રાહુલના નિધનની પુષ્ટિ કરી છે.

રાહુલ વોહરાએ શનિવારના રોજ ફેસબુક ઉપર એક પોસ્ટ લખીને લોકોને મદદ કરવા માટે અપીલ કરી હતી. ખબર એવી આવી રહી છે કે કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યા બાદ રાહુલની તબિયત સતત બગડતી જઈ રહી હતી. જેના કારણે તેને ફેસબુક ઉપર પોસ્ટ લખી હતી.

રાહુલે મરતા પહેલા ફેસબુક ઉપર લખ્યું હતું, “મને સારી સારવાર મળી જતી તો હું બચી જતો. તમારો રાહુલ વોહરા.” એક દર્દીના રૂપમાં તેને પોતાની માહિતી આ પોસ્ટમાં શેર કરી હતી, સાથે જ તેને લખ્યું હતું, “જલ્દી જ જન્મ લઈશ અને સારું કામ કરીશ. હવે હિંમત હારી ચુક્યો છું.”

આ પહેલા પણ 4મેના રોજ અભિનેતાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું છે અને તેને ઓક્સિજન નથી મળી રહ્યું. તેને લખ્યું હતું કે “હું કોરોના પોઝિટિવ છું, લગભગ 4 દિવસથી પરંતુ કોઈ રિકવરી નથી. શું કોઈ એવી હોસ્પિટલ છે જ્યાં ઓક્સિજન બેડ મળી જાય, કારણ કે મારું ઓક્સિજન લેવલ સતત નીચે જઈ રહ્યું છે. અને કોઈ જોવા વાળું નથી. હું બહુ જ મજબુર થઈને આ પોસ્ટ કરી રહ્યો છું. કારણ કે ઘરવાળા કઈ સાચવી નથી શકતા.”

રાહુલનો છેલ્લો મેસેજ જયારે કિશ્વર મર્ચન્ટે વાંચ્યો તો તેમને કહ્યું કે કદાચ આ મેસેજ સોનુ સુદ સુધી પહોંચી જતો તો રાહુલને મદદ મળી જતી.” રાહુલ વોહરાના લગ્ન જ્યોતિ તિવારી સાથે થયા હતા. બંને સાથે મળીને ઘણા ફની વીડિયો બનાવતા હતા.”

Niraj Patel