ફિલ્મી દુનિયા

પોતાના બર્થ ડે પર સારા અલી ખાનને પ્રપોઝ કરવાના હતા સુશાંત? હવે થયો નવો ખુલાસો

સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં સીબીઆઈ જાંચમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. અંકિતા લોખંડે સાથે બ્રેકઅપ કર્યા પછી સુશાંત રિયા ચક્રવર્તી સાથે ડેટ કરવા લાગ્યા હતા, પણ તાજેતરમાં જ જાણવા મળ્યું કે ફિલ્મ કેદારનાથની શૂટિંગ વખતે સુશાંત સિંહ સારા અલી ખાનને પસંદ કરવા લાગ્યા હતા.

Image Source

સુશાંતના લોનાવાલા સ્થિત ફાર્મહાઉસના મેનેજર રઈસે ખુલાસો કર્યો કે સુશાંતે જાન્યુઆરી 2019 માં સારા અલી ખાનને પ્રપોઝ કરવાની યોજના બનાવી હતી. રઈસે આ ફાર્મહાઉસમાં સપ્ટેમ્બર 2018 થી જુલાઈ 2020 સુધી કામ કર્યું હતું.

Image Source

રીપોર્ટના આધારે ફિલ્મ કેદારનાથની શૂટિંગના સમયે બંન્ને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા. રાઈસે એવું પણ જણાવ્યું કે સારા ઘણીવાર સુશાંતના આ ફાર્મહાઉસ પર આવ્યા કરતી હતી. સારા 2018 થી ફાર્મહાઉસ પર આવવાનું શરૂ કર્યું હતું અને જાન્યુઆરી 2019 થી તે ક્યારેય સુશાંતને મળવા ફાર્મહાઉસ પર આવી ન હતી.

Image Source

રઇસે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે,”વર્ષ 2018 થી સારા સુશાંત સાથે ફાર્મહાઉસ પર આવ્યા કરતી હતી અને 3-4 દિવસ રોકાતી હતી. ડિસેમ્બર 2018 માં થાઈલેન્ડ ટ્રીપ પરથી આવ્યા પછી સુશાંત અને સારા બંન્ને એરપોર્ટથી સીધા જ ફાર્મહાઉસ પર આવ્યા હતા અને તેઓની સાથે અન્ય મિત્રો પણ હતા”.

Image Source

રઇસે કહ્યું કે,”મને યાદ છે કે સુશાંતના મિત્ર અબ્બાસે મને દમણ ટ્રીપ માટે બેગ પેક કરવા માટેનું કહ્યું હતું. જ્યા 21 જાન્યુઆરી 2019 ના રોજ સુશાંતનો જન્મદિવસ ઉજવવાનો હતો. જન્મદિવસના મૌકા પર જ સુશાંત સારાને પ્રપોઝ કરવાના હતા, સારા માટે સુશાંતે ગિફ્ટ પણ લઇ રાખ્યું હતું. પણ બધી હોટેલ્સ ફૂલ હોવાને લીધે ટ્રીપ કેન્સલ કરવી પડી હતી જેને લીધે સુશાંત સારાને પ્રપોઝ ન કરી શક્યા. જેના પછી કેરલ જવાની પણ યોજના બનાવી હતી પણ તે પણ કોઈ કારણોને લીધે કેન્સલ કરવી પડી હતી”.

Image Source

રઈસે સારા વિશે કહ્યું કે,” સારા મેડમ ખુબ જ સાધારણ સ્વભાવની છે, તે ક્યારેય પણ નવાબની દીકરી કે અભિનેત્રીની જેમ વ્યવહાર કરતી ન હતી. સુશાંતના ફાર્મહાઉસ પર કામ કરનારી  મહિલાને પણ તે માસી કહીને બોલાવતી હતી અને તે મને રઈસ ભાઈ બોલાવતી હતી. તે ફાર્મહાઉસના દરેક સ્ટાફનું ખુબ સન્માન કરતી હતી.

Image Source

રઇસે આગળ કહ્યું કે,”જેના પછી ફેબ્રુઆરી-માર્ચમાં અમને જાણ થઇ કે સર-મેડમનું બ્રેકઅપ થઇ ગયું છે, જેના પછીથી તે ક્યારેય ફાર્મહાઉસ પર આવી ન હતી. રઇસે એવું પણ કહ્યું કે તેને ખબર નથી કે આ પ્રપોઝલ લગ્ન માટે હતું કે બીજું કઈ તેણે માત્ર પ્રપોઝલ ગિફ્ટ વિશેની વાત જ સાંભળી હતી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.