ટીવી ઇન્ડસ્ટ્રીમાં નાનો મોટો કિરદાર નિભાવનારા મિરાજ નામના અભિનેતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. મિરાજ તારક ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સહીત ઘણા શો માં નાનો કિરદાર નિભાવી ચુક્યો છે.
મળેલી જાણકારીના આધારે મૂળ જૂનાગઢના રહેનારા મિરાજ વલ્લભદાસ કાપડી અને વૈભવ બાબુની અમુક ગુપ્ત માહિતી મળતા પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. બંનેના પર સોનાના ચેન સ્નેચરનો(ચેન ખેંચવાનો) આરોપ હતો અને મિરાજ પાસેથી ત્રણ ચેન પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
પોલીસને સૂચના મળી કે વૈભવ એન મિરાજ રાંદેર ચાર રસ્તા પર ચેનની લૂંટ કરવાના છે, એવામાં પોલીસની ટીમ પહેલાથી જ ત્યાં પહોંચી ગઈ અને તેઓને રંગે હાથ પકડી લીધા હતા. આરોપીઓની પાસેથી ત્રણ સોનાની ચેન, બે મોબાઈલ અને ચોરીની બાઈક સહીત 2 લાખ, 54 હજાર રુપિયા પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પુછપરછમાં આરોપીએ જણાવ્યું કે બેટિંગ સટ્ટામાં તેના પર 25 થી 30 લાખ રૂપિયાનો કરજો થઇ ગયો હતો. એવામાં કર્જ ઉતારવા માટે તેઓએ આ કામ અપનાવાયું હતું. પોલીસે જણાવ્યું કે આરોપીઓ ચોરીની બાઈક લઈને રસ્તા પર ચાલનારી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ બનાવતા હતા અને તેઓના ગળામાંથી ચેન ખેંચીને ફરાર થઇ જતા હતા.
રિપોર્ટના આધારે મિરાજ ભણેલો ગણેલો છે અને બી-કોમની ડિગ્રી મેળવેલી છે. મિરાજ તારક મહેતા કા ઉલ્ટા ચશમા સહિત સંયુક્તા, થપકી, મેરે અંગને મેં જેવા ટીવી શો માં કામ કરી ચુક્યો છે આ સિવાય તે મુંબઈમાં ફિટનેસ ટ્રેનરના સ્વરૂપે પણ કામ કરી ચુક્યો છે.