દુઃખદ ખબર: એક ફેમસ સેલિબ્રિટીના 19 વર્ષના દીકરાનું થયું નિધન, કહ્યું, “મારો બાબુ નથી રહ્યો..”

મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર સામે આવી રહી છે. આજે જ સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની માતાના નિધનની ખબર સામે આવી હતી જેના બાદ હવે વધુ એક ખબર સામે આવી રહી છે. જેમાં લોકપ્રિય ધારાવાહિક “ભાભીજી ઘર પે હે”ના અભિનેતાના 19 વર્ષના દીકરાનું નિધન થતા જ અભિનેતા તૂટી ગયો છે. બે મહિના પહેલા ટીવી એક્ટર દિપેશ ભાને આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તે ‘ભાભી જી ઘર પર હૈં’માં મલખાનનું પાત્ર ભજવી રહ્યો હતો. ત્યારે હવે આ ખબરે પણ ચાહકોમાં અને કલાકારોમાં શોકનો માહોલ ફેરવી દીધો છે.

‘ભાભી જી ઘર પર હૈ’ના અભિનેતા જીતુ ગુપ્તાના 19 વર્ષના દીકરા આયુષનું નિધન થયું છે. અભિનેતાને તેના યુવાન પુત્રની ખોટથી ખૂબ જ આઘાત લાગ્યો છે. કોમેડિયન સુનીલ પાલે જીતુ ગુપ્તાના પુત્રના નિધનના દુઃખદ સમાચાર શેર કર્યા છે. જીતુ ગુપ્તાએ તેમના ફેસબુક એકાઉન્ટ પર તેમના પુત્ર આયુષની એક તસવીર શેર કરીને ફેન્સ સાથે તેમના મૃત્યુના સમાચાર શેર કર્યા હતા.

પછી સુનીલ પાલે પણ જીતુ ગુપ્તાની દુઃખદ પોસ્ટ પોતાના ફેસબુક પેજ પર ફરીથી શેર કરી અને ફેન્સને કહ્યું કે જીતુ ગુપ્તાનો દીકરો હવે અમારી વચ્ચે નથી. સુનીલ પાલે પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું- “RIP, ભાભી જી ઘર પર હૈના અભિનેતા, મારા ભાઈ જીતુનો પુત્ર આયુષ (19 વર્ષ) હવે નથી રહ્યો.” સુનીલ પાલે તેના કેપ્શન સાથે એક રડતું ઇમોજી પણ બનાવ્યું છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે તેના મિત્રના પુત્રના નિધનથી ખૂબ જ દુઃખી છે.

અભિનેતા જીતુ ગુપ્તાએ એક દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી તેમના પુત્રની તસવીર શેર કરીને પોતાનું હૃદયની ભાવના વ્યક્ત કરી હતી. તસવીરમાં આયુષ હોસ્પિટલના બેડ પર જોવા મળ્યો હતો. આયુષની આ તસવીર શેર કરતી વખતે અભિનેતાએ કહ્યું હતું કે તેમના પુત્રની હાલત ખૂબ જ ગંભીર છે અને તે કોઈની સાથે વાત કરવાની સ્થિતિમાં નથી.

અભિનેતાએ લખ્યું હતું કે “પુત્ર આયુષ વિશેની પોસ્ટ વાંચ્યા પછી, તમારા બધાને તેની સ્થિતિ વિશે પૂછવા માટે સતત ફોન આવી રહ્યા છે, પરંતુ તમને બધાને હાથ જોડીને વિનંતી છે કે ફક્ત તમારા આશીર્વાદ અને ભગવાનને પ્રાર્થના કરો. કારણ કે આ સમયે તેની હાલત ખુબ જ સિરિયસ છે. હું વાત કરવાની સ્થિતિમાં બિલકુલ નથી અને સંભવ પણ નથી આટલા બધા કોલ..”

દુઃખની વાત એ છે કે જીતુ ગુપ્તાએ પોતાના પુત્રને હંમેશ માટે ગુમાવ્યો છે. અભિનેતા તેના પુત્રના નિધનથી ખરાબ રીતે ભાંગી પડ્યો છે. તેમના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. એક યુવાન પુત્ર ગુમાવવા કરતાં વધુ ખરાબ શું હોઈ શકે? જીતુ ગુપ્તાની વાત કરીએ તો તે સિરિયલ ભાભી જી ઘર પર હૈમાં ડૉક્ટરની ભૂમિકા ભજવતો જોવા મળે છે. આ શોથી તેને ખાસ ઓળખ અને નામ મળ્યું છે. તેણે પોતે પોતાના જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘ભાભી જી ઘર પર હૈ’ સિરિયલ તેના જીવનનો સૌથી મોટો વળાંક છે.

Niraj Patel