સાઉથ સુપરસ્ટાર અજિથની ફિલ્મ “થુનિવ” રિલીઝ થતા જ ઉત્સાહમાં આવી ગયો ચાહક, લગાવી દીધી ટ્રકમાંથી છલાંગ, મળ્યું દર્દનાક મોત

એક જ દિવસે સાઉથની બે ફિલ્મો રિલીઝ થતા જ ચાહકો ભાન ભૂલ્યા.. એકે તો ટ્રક પરથી જ છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું.. જુઓ

હાલના સમયમાં બૉલીવુડ કરતા પણ સાઉથની ફિલ્મોનો દબદબો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા જ સમયમાં ઘણી બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખુબ જ સફળ રહી અને કમાણીના મામલામાં પણ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. ત્યારે સાઉથની ફિલ્મોનો ફેનબેજ પણ ખુબ જ વિશાળ છે અને તેમના મનગમતા સુપરસ્ટારની ફિલ્મ આવતા જ તેઓ ઉત્સાહમાં પણ આવી જતા હોય છે.

તમિલ ફિલ્મ સ્ટાર અજિથ કુમારની ફિલ્મ થુનીવુની રિલીઝને લઈને દક્ષિણ ભારતમાં ખુશીનો માહોલ છે. અભિનેતાના સમર્થકો અને પ્રશંસકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બુધવારે આ રીતે ઉજવણી કરી રહેલા 19 વર્ષના યુવકનું મોત થયું હતું. યુવક ટ્રક પર ચઢીને ડાન્સ કરી રહ્યો હતો, અને અચાનક ઉત્સાહમાં આવીને તેણે ચાલુ ટ્રક પરથી જ કૂદકો મારી દીધો.

જણાવી દઈએ કે આ મામલો ચેન્નાઈના પૂનમલ્લી હાઈવે સાથે સંબંધિત છે. અજિથ કુમારના ચાહક ભરત કુમાર રાત્રે 1 વાગ્યે તેમની ફિલ્મ થુનિવુનો શો જોઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તે ભારે ઉત્સાહમાં ચાલતી ટ્રક પરથી કૂદી ગયો. જો કે ટ્રકની સ્પીડ ધીમી હતી, જેના કારણે તેને ઈજાઓ થઈ હતી, પરંતુ હવે આ ચાહકનું મોત થઈ ગયું છે. આ સમગ્ર મામલાની માહિતી પોલીસ અધિકારીએ આપી છે.

બીજી તરફ દક્ષિણમાં સુપરસ્ટાર્સની લડાઈ ચાલી રહી છે. આલમ એ છે કે સાઉથમાં રિલીઝ થયેલી બે ફિલ્મોના મુખ્ય કલાકારોના ચાહકો આમને-સામને આવી ગયા છે.  એક તરફ અજિત કુમારના ચાહકો વિજય થાલાપતિ સ્ટારર ફિલ્મ ‘વરિસુ’ના પોસ્ટર ફાડી રહ્યા છે. તો થલાપથી વિજયના ચાહકો અજિત કુમાર સ્ટારર ફિલ્મ ‘થુનીવુ’ના પોસ્ટર ફાડી રહ્યા છે. જણાવી દઈએ કે બંને ફિલ્મો આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.

Niraj Patel