અમદાવાદમાં રિજેક્ટ GST નંબર ચાલુ કરાવવા માગી લાંચ, રકમ સાંભળીને કાન ફફડી જશે

વાહ લાંચીયાઓ લૂંટવા જ બેઠા છો ભોળી જનતાને.. અધધધધ હજારોની લાંચમાં ભરાઈ ગયા 2 સરકારી બાબુઓ…લંચની રકમ સાંભળીને હોંશ ઉડી જશે

છેલ્લા ઘણા સમયથી ACB લાંચ લેનાર લોકો પર તવાઇ બોલાવી રહી છે. ત્યારે હાલમાં અમદાવાદમાં લાંચ લેતા અધિકારીના 2 મળતીયાઓને ACBએ ઝડપી લીધાં છે. ઘણાના મોઢે તમે સાંભળ્યુ હશે કે જો તમારે સરકારી ખાતામાં કોઇ કામ પાર પડાવુ હોય તો લાંચ તો આપવી જ પડે છે.છેલ્લાં કેટલાંક દિવસોમાં એન્ટિ કરપ્શન બ્યૂરોએ ઘણા લાંચિયા અધિકારીઓ અને મળતિયાઓને ઝડપ્યા છે. હાલમાં અમદાવાદના આશ્રમરોડ પર આવેલ રાજ્ય કર ભવનના એક રાજ્ય વેરા અધિકારીએ પણ લાંચ માગી હતી.

લાંચ લેનારા બે મળતિયાઓ ACBના છટકામાં ભરાઈ ગયા હતા. GST સર્ટિફિકેટ બનાવી આપવા માટે 50 હજારની લાંચ માંગી હતી. જો કે, આખરે 35 હજારમાં ડીલ નક્કી થઇ હતી. અધિકારી વતી બે ખાનગી માણસોને 35 હજાર સ્વીકારતાં ACBએ ઝડપ્યા હતા. જ્યારે સરકારી અધિકારી રજા પર હોવાથી તેને શોધવા કાર્યવાહી શરૂ કરાઇ હતી. ફરિયાદી ભાગીદારીમાં બાંધકામનો ધંધો કરે છે અને તેમનો જીએસટી નંબર રિજેક્ટ થઈ ગયો હોવાથી તેઓ જીએસટી નંબર ચાલુ કરાવવા માગતા હતા.

જેને લઇને તેમણે અમદાવાદના આશિષ અગ્રવાલ અને સીએ કુનાલ અગ્રવાલનો સંપર્ક કર્યો હતો. બંનેએ ફરિયાદીને આ જીએસટી નંબર ચાલુ કરાવી આપવાની વાત કરી હતી. ફરિયાદીએ આ બંને આરોપીઓ મારફતે અમદાવાદના આશ્રમરોડ પર આવેલી રાજ્ય કર ભવનમાં અપીલ કરી હતી. બંને આરોપીઓના મનમાં લાલચ જાગ્યા બાદ તેમણે ફરિયાદીને ફોન કરીને કહ્યું કે, જીએસટી નંબર ચાલુ કરવા માટે રાજ્ય વેરા અધિકારી ગૌરાંગ વસૈયા 50 હજારનો વ્યવહાયર માગે છે. એ પછી ફરિયાદી અને આશિષ બંને આ અધિકારીને ઓફિસમાં જઈને રુબરુ મળ્યા.

પ્રતિકાત્મક તસવીર

ઓફિસમાં ગયા બાદ થોડી રકઝક થઈ હતી. રકઝકના અંતે ગૌરાંગ વસૈયા અને આશિષ અગ્રવાલે જીએસટી નંબર ચાલુ કરાવવા માટે રુપિયા 35 હજારની લાંચ માગી હતી. લાંચ આપવા ન માંગતા ફરિયાદીએ ACBમાં ફરિયાદ કરી અને તે બાદ ACBએ છટકુ ગોઠવી બે મળતિયાઓેને ઝડપી લીધા હતા. આરોપી અધિકારી ગૌરાંગ હાલમાં રજા પર ઉતરી ગયો હોવાને કારણે તેને શોધવા ACBની ટીમે પ્રયત્નો શરૂ કર્યા છે.

Shah Jina