ખાસ ઇવેન્ટ પર અમિતાભ સાથે પહોંચ્યા અભિષેક-ઐશ્વર્યા, છૂટાછેડાની અટકટો પર લગાવ્યું પૂર્ણવિરામ, વીડિયો થયો વાયરલ

તાજેતરના દિવસોમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય તેમના અંગત જીવનના કારણે ચર્ચામાં હતા. સોશિયલ મીડિયા પર તેમના છૂટાછેડાની અફવાઓ પણ સામે આવી હતી. જો કે હવે એક વીડિયો સામે આવ્યો છે, જેને જોયા પછી સોશિયલ મીડિયા યુઝર્સ અભિષેકના વખાણ કરતા થાકતા નથી.

વીડિયોમાં કપલ વચ્ચે સુંદર બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.ગુરુવારે સાંજે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બંને ઐન્યૂઅલ ડેના ફંક્શન માટે આરાધ્યાની સ્કૂલ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ પહોંચ્યા હતા. બંને એકસાથે જોવા મળ્યા એટલું જ નહીં અભિષેક પણ ઐશ્વર્યાનું ધ્યાન રાખતો જોવા મળ્યો.

વીડિયોમાં બંને એકસાથે સ્કૂલની અંદર જતા જોવા મળે છે.જ્યારે બંને દરવાજા પાસે પહોંચે છે ત્યારે અભિષેકનો ઐશ્વર્યા પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ થઈ જાય છે. તેણે ઐશ્વર્યાનો હાથ સરળ રીતે પકડ્યો અને તેને પહેલા અંદર આવવાનું કહ્યું. પોતાની સ્ટાઈલના કારણે અભિષેક હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે અને લોકો તેના વખાણ કરી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, “જુઓ તે તેને કેટલો પ્રેમ કરે છે.” અન્ય યુઝરે લખ્યું, “આ જોઈને આનંદ થયો.” અન્ય એક યુઝરે લખ્યું, “તમે બંને હંમેશા ખુશ રહો.” ઘણા યુઝરે લખ્યું, “લવ બર્ડ્સ.” આ વીડિયો પર બંને માટે આવી ઘણી વધુ કોમેન્ટ જોવા મળી રહી છે.માત્ર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય જ નહીં પરંતુ અમિતાભ બચ્ચન પણ તેમની સાથે આરાધ્યાની સ્કૂલે પહોંચ્યા હતા. અન્ય એક વીડિયોમાં બચ્ચન પરિવારના આ ત્રણ સભ્યો એકસાથે જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Devarsh