અમેરિકામાં પહેલા અમદાવાદી યુવકનું કરાયુ અપહરણ અને પરિવાર પાસે માગી ખંડણી….પરિવાર સંમત પણ થયો તો પણ અપહરણકર્તાઓએ હત્યા કરી નદીમાં ફેંકી દીધી લાશ

હે રામ, અમેરિકામાં ફરી ગુજરાતીની હત્યા થઇ, હિરેન ગજેરાની લાશ નદીમાંથી મળી, વાંચો આખી ઘટના

વિદેશમાંથી ઘણીવાર ગુજરાતીઓ કે ભારતીયોની હત્યાના અથવા તો તેમની સાથે લૂંટ થવાના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર તો રહસ્યમય સંજોગોમાં મોત થવાની પણ ખબર સામે આવે છે. ત્યારે હાલમાં અમેરિકામાં એક ગુજરાતીની હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના હિરેન ગજેરાનું અમેરિકામાં અપહરણ બાદ તેની હત્યા કરી દેવામાં આવી અને પછી લાશને નદીમાં ફેંકી દેવાઇ હોવાનો મામલો સામે આવ્યા બાદ ચકચાર મચી ગઇ છે. ત્યારે ઘટના બાદ તો ગજેરા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

પહેલા હિરેનનું અપહરણ કરવામાં આવ્યુ હતુ અને તે બાદ ત્રાસવાદીઓએ 1 લાખ US ડૉલર અથવા તો તેના બદલામાં 70 કિલો ડ્રગ્સની માંગણી કરી હતી. જો કે, પરિવાર ખંડણીના પૈસા આપવા સંમત થવા છત્તાં પણ ત્રાસવાદીઓએ હિરેનની હત્યા કરી દીધી. જણાવી દઇએ કે, અમદાવાદના મેમનગરના 41 વર્ષિય હિરેન ગજેરા 2006માં અમેરિકા ગયા હતા અને એમ્પાલમ શહેરમાં તેમણે સાગના લાકડાને એક્સપોર્ટ કરવાનો બિઝનેસ શરૂ કર્યો હતો.

2014 સુધી અમેરિકામાં રહ્યા બાદ તેઓ અમદાવાદ પરત ફર્યા અને ગત વર્ષે તેઓ માર્ચ મહિનામાં ફરી અમેરિકા ગયા હતા. તેમણે ક્યુએન્કા શહેરમાં નવું ઘર બનાવ્યું હતું અને આ મહિનાની ત્રણ તારીખે એટલે કે 3 જૂને હિરેન ગજેરા તેમના મિત્રના પિતાની બર્થ ડે પાર્ટીમાં ગયા અને આ જ દરમિયાન ત્યાંથી પરત ફરતી વેળાએ દક્ષિણ અમેરિકાના એમ્પાલમે શહેરમાંથી કોલંબિયન ત્રાસવાદીઓ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યુ.

અપહરણ કર્યા બાદ પરિવાર પાસે ત્રાસવાદીઓએ 1 લાખ US ડૉલર અથવા તો તેના બદલામાં 70 કિલો ડ્રગ્સની માંગ કરી. જો કે, થોડી રકઝક બાદ ત્રાસવાદીઓ હિરેન ગજેરાને 20 હજાર US ડૉલરમાં છોડવા તૈયાર થયા. પણ તેમણે એવી શરત મૂકી કે હિરેન ગજેરાની પત્ની એકલી જ તે પૈસા લઇને આવશે. જો કે, આ શરત પરિવારજનોએ માની પણ તેમ છતાં ત્રાસવાદીઓએ હિરેન ગેજરાની હત્યા કરી અને લાશને નદીમાં ફેંકી દીધી.

Shah Jina