એશ્વર્યા-અભિષેકે લાડકવાયી દીકરીનો માલદીવમાં ઉજવ્યો ધમાકેદાર જન્મદિવસ, જુઓ ક્યૂટ આરાધ્યાની તસવીરો

બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને તેમની પુત્રી આરાધ્યા બચ્ચનને તેના 10માં જન્મદિવસના દિવસે શુભકામનાઓ આપી હતી. અભિષેક બચ્ચને તેની લાડલી આરાધ્યાની એક તસવીર શેર કરીને સુંદર વાત શેર કરી હતી. અભિનેતાએ આરાધ્યાના જન્મદિવસ પાર્ટીની તસવીર શેર કરી અને પુત્રીનો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિષેકે તેની પોસ્ટમાં એવું પણ કહ્યું કે આરાધ્યાની માતા એશ્વર્યા તેની પુત્રી માટે શું કહે છે?

 

View this post on Instagram

 

A post shared by Abhishek Bachchan (@bachchan)

આરાધ્યા બચ્ચનનો 10મોં જન્મદિવસ 16 નવેમ્બરે હતો. તે તેના માતા પિતા સાથે જન્મદિવસ પહેલા માલદીવ પહોંચી ગઈ હતી. જ્યાં આ વખતે તેનો જન્મદિવસ સેલિબ્રેટ થયો હતો. અભિષેક બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર આરાધ્યાની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, ‘જન્મદિવસ મુબારક રાજકુમારી! જેમ તમારી માતા કહે છે, તમે દુનિયાને એક સારી જગ્યા બનાવો છો. અમે તને પ્રેમ કરીએ છીએ અને ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે.

તસવીરમાં જોઈ શકાય છે  કે, આરાધ્યાએ પિંક રંગનું ફ્રોક પહેર્યું છે અને માથામાં પિંક હેરબેન્ડ છે. બેકગ્રાઉન્ડમાં સ્ક્રીન પર હેપી બર્થ ડે આરાધ્યા લખેલું છે. પિંક અને વ્હાઈટ બલૂનથી ડેકોરેનશન કરવામાં આવ્યું છે. ઐશ્વર્યા રાયે પણ આરાધ્યાની બર્થ ડેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

તસવીરોમાં આરાધ્યા માટે લવાયેલી સુંદર કેક અને બુકેની ઝલક જોઈ શકાય છે. આ ઉપરાંત ઐશ્વર્યા અને અભિષેકે પણ લાડલી દીકરી સાથે પોઝ આપ્યો હતો. આ તસવીરો શેર કરતાં ઐશ્વર્યાએ લખ્યું, “મારી એન્જલ આરાધ્યા 10 વર્ષની થઈ છે. હું શ્વાસ લઉં છું તેનું કારણ તું છે મારી ડાર્લિંગ આરાધ્યા. તું મારી જિંદગી…મારી આત્મા છે.

અભિનેતા અનુપમ ખેર, બિપાશા બસુ, સુનીતા ગોવારીકર, ફિલ્મ નિર્માતા બંટી વાલિયા અને આરાધ્યાની પિતરાઈ બહેન નવ્યા નવેલી નંદાએ પણ અભિષેક બચ્ચનની પોસ્ટ પર કોમેન્ટ કરીને આરાધ્યા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અનુપમ ખેરના પુત્ર સિકંદર ખેરે પણ આરાધ્યા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

આરાધ્યાની જૂની તસવીર શેર કરતા લખ્યું હતું કે, “મારી સ્વીટ પ્રિન્સેસને શુભકામનાઓ… હું તને ખૂબ પ્રેમ કરું છું… હંમેશા સ્વાસ્થ્ય સારું રહે અને તમારી આસપાસના લોકો સાથે ખુશી હંમેશા રહે…

અભિષેક અને ઐશ્વર્યાએ 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા. આરાધ્યાનો જન્મ 16 નવેમ્બર 2011ના રોજ થયો હતો. આ વખતે અભિષેક અને ઐશ્વર્યાએ આરાધ્યાનો 10મો જન્મદિવસ માલદીવમાં સેલિબ્રેટ કર્યો હતો. માલદીવ પહોંચતાની સાથે જ ઐશ્વર્યા રાયે તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી.

જેના કેપ્શનમાં તેણે લખ્યું છે, “સૂર્ય, પવન અને સ્વર્ગ.” તેમજ અભિનેતા-અભિષેક બચ્ચને પણ તેના ઇન્સ્ટાગ્રામ પર ‘અમીલા’ રિસોર્ટની એક તસવીર શેર કરી છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે સવારે ઉઠ્યા પછી આ નજારો જોવો ખરાબ નથી. અભિષેક ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યા સાથે 13 નવેમ્બરના રોજ મુંબઈથી માલદીવ જવા રવાના થયા હતા.

અગાઉ ઐશ્વર્યાએ ‘કાસા બચ્ચન’ની નેમ પ્લેટ શેર કરી હતી. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે રિસોર્ટના જે રૂમમાં તેઓ રોકાયા હશે તેને બચ્ચન ફેમિલીનું નામ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, કાસાનો અર્થ થાય છે વ્યક્તિનું ઘર. ત્યારે બચ્ચન ફેમિલીને ઘર જેવી અનુભૂતિ થાય તે માટે રિસોર્ટ દ્વારા આ ખાસ નેમ પ્લેટ આપવામાં આવી હશે!

Patel Meet