18 વર્ષની સુંદર યુવતી સાથે નિકાહ કરનારા 49 વર્ષિય નેતાનો કપડા વગરનો વીડિયો થયો વાયરલ, બેડ પર જોવા મળ્યુ ડ્રગ્સ

31 વર્ષ નાની યુવતી સાથે નિકાહ કરનાર નેતાનો ભાંડો ફૂટ્યો, પત્નીએ કહ્યું હતું કે મારા તો હાથ-પગ બાંધીને….

પાકિસ્તાનની પીટીઆઇ પાર્ટીના સાંસદ અને મશહૂર ટીવી હોસ્ટ આમિર લિયાકતનો આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આ વીડિયો લિયાકતની ત્રીજી પત્ની દાનિયાએ લીક કર્યો છે. દાનિયાએ લિયાકત પાસેથી છૂટાછેડા લેવાની અરજી કેટલાક દિવસ પહેલા જ કોર્ટમાં કરી છે.

દાનિયાએ આમિર લિયાકત પર મારપીટ કરવાથી લઇને કેદ કરવા અને જબરદસ્તી કપડા વગરનો વીડિયો શૂટ કરવા જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. સોશિયલ મીડિયા પર લીક થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, આમિર લિયાકતે કપડા પહેર્યા નથી. આ ઉપરાંત બેડ પર ડ્રગ્સ પણ પડેલુ જોઇ શકાય છે.

આ લીક વીડિયો પર લિયાકતે ટ્વીટ કરી કહ્યુ કે, તે વીડિયો મારો રુખ જાણવા માંગે છે. એનો જવાબ છે જે લોકો આ રીતના વીડિયો લીક કરવાના જવાબદાર છે તેમનો રુખ ક્યાં છે, ન્યાયપાલિકા ક્યાં છે, તેની જવાબદારી બધા નાગરિકના સમ્માનની રક્ષા કરવાની છે. ન્યાયપાલિકાએ કેમ કોઇ પગલુ ઉઠાવ્યુ નથી ? ફેડરલ ઇન્વેસ્ટિગેશન ઓથોરિટીની સાઇબર ક્રાઇમ વિંગે હજી સુધી કેમ કોઇ એક્શન લીધુ નથઈ. તેણે કહ્યુ કે, જે લોકો એડલ્ટ્રીમાં લિપ્ત છે, તે ખરાબ છે.દાનિયાએ જે કર્યું છે તે નિકાહ જેવા પાક સંબંધોને બગાડવાનું છે.

લિયાકતે કહ્યું, આ વીડિયોને કારણે લોકો મારી મજાક ઉડાવી રહ્યા છે. જો આ વિડિયોમાં કોઈ મહિલા હોત તો શું લિબરલ્સ હજુ પણ આવું વર્તન કરતા ? તેણે કહ્યું કે તે આવો કોઈ વીડિયો શેર કરવા માંગતો નથી કારણ કે તે સંસ્કારી રીતે આગળ વધવા માંગે છે. દાનિયાએ અલ્લાહ દ્વારા નિર્મિત તમામ મર્યાદાઓ વટાવી દીધી છે. તેણે લગ્નની ગોપનીયતા અને વિશ્વાસ તોડ્યો છે. કુરાનની આયતનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું કે પતિ-પત્ની એકબીજાના કપડા જેવા છે અને દાનિયાએ તેના ટુકડા કરી નાખ્યા છે.

આમિરે વીડિયો લીક થવા પર તેની ત્રીજી પત્ની દાનિયા મલિક પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. દાનિયાએ આમિરનો વીડિયો લીક કરીને દાવો કર્યો હતો કે તેનો પતિ આઈસ ડ્રગ્સ લે છે. બીજી તરફ આ વાંધાજનક વીડિયો પર આમિર લિયાકતે દાવો કર્યો છે કે તે સંપૂર્ણ રીતે ખોટો છે કારણ કે દાનિયા એ કહી શકી નથી કે રૂમની અંદર આ વીડિયો કોણે રેકોર્ડ કર્યો છે. આમિરે દાનિયાના ઈન્ટરવ્યુનો વીડિયો પણ શેર કર્યો છે. દાનિયાએ છૂટાછેડા માટે અરજી કર્યા પછી, તેણે પોતાનું નામ દાનિયા આમિરથી બદલીને દાનિયા મલિક કરી દીધું.

દાનિયાએ વીડિયોમાં ભારપૂર્વક કહ્યું, ‘કૃપા કરીને આ પ્રશ્નને અવગણો. આ મારી અંગત બાબત છે અને હું કહી શકતી નથી કે આ વિડિયો કોણે આપ્યો છે અથવા મારા માટે કોણે બનાવ્યો છે.’ બીજી તરફ, તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આમિરે કહ્યું, ‘દાનિયાએ વીડિયો બનાવટી બનાવ્યો છે પરંતુ તેને ખબર નહોતી કે પગનો અંગૂઠો તેને બધાની સામે એક્સપોઝ કરશે.’ આમિર લિયાકત હુસૈન 49 વર્ષનો છે અને તેની ત્રીજી પત્ની દાનિયા માત્ર 18 વર્ષની છે.

Shah Jina