49 વર્ષની ઉંમરમાં આ રાજકારણીએ કર્યા ત્રીજીવાર લગ્ન, આ વખતે દૂધ જેવી રૂપાળી 18 વર્ષની લાવ્યો નવી પત્ની

આપણ દેશમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, ઘણા લોકો  લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, અને આ દરમિયાન લગ્નને લઈને અવનવી ખબરો પણ સામે આવતી રહે છે. હાલ એક એવી જ હેરાન કરી દેનારી ખબર સામે આવી છે, જેમાં એક પ્રખ્યાત રાજકારણીએ ત્રીજી વાર લગ્ન કર્યા છે અને તે પણ 49 વર્ષની ઉંમરમાં.

આ લગ્ન કર્યા છે પાકિસ્તાનના સાંસદ અમીર લિયાકત હુસૈને. 49 વર્ષીય સાંસદ અમીર લિયાકત હુસૈને ખૂબ જ નાની છોકરી સૈયદા દાનિયા શાહ સાથે લગ્ન કર્યા છે. આમિર લિયાકત હુસૈન પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના સભ્ય છે.

તે પ્રખ્યાત ટેલિવિઝન હોસ્ટ પણ છે. પીટીઆઈ સાંસદ ડો.આમીર લિયાકત હુસૈનના આ ત્રીજા લગ્ન છે. સઈદા દાનિયા શાહ અને આમિર લિયાકત હુસૈન બંને બુધવારે લગ્નના બંધનમાં બંધાયા હતા. આમિર લિયાકત હુસૈને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સઈદા દાનિયા શાહ સાથે લગ્ન કરવાની માહિતી આપી હતી.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તેમની પાર્ટીના સાંસદો આમિર લિયાકત હુસૈન અને સઈદા દાનિયા શાહને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે. આમિર લિયાકત હુસૈને ઈમરાન ખાનને અભિનંદન આપવા બદલ તેમનો આભાર માન્યો છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સાંસદ અને પ્રખ્યાત ટેલિવિઝન હોસ્ટ આમિર લિયાકત હુસૈને ત્રીજા લગ્ન કર્યા છે.

મળતી માહિતી મુજબ આમિરની બીજી પત્નીએ પણ તે જ દિવસે તેને છૂટાછેડા આપી દીધા હતા. બુધવારે આમિરની બીજી પત્ની અભિનેત્રી તુબા આમિરે ઈન્સ્ટાગ્રામ દ્વારા જ આમિરથી છૂટાછેડાની વાત કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર પોતાની નવી પત્ની સાથેનો ફોટો શેર કરતા પીટીઆઈ સાંસદે કહ્યું કે, “ગત રાત્રે 18 વર્ષની સઈદા દાનિયા શાહ સાથે લગ્ન કર્યા. તે દક્ષિણ પંજાબના લોધરાનના એક પ્રતિષ્ઠિત સાદત પરિવારમાંથી આવે છે.

ડો. આમિર લિયાકત હુસૈને લગ્નના ફોટોગ્રાફ મુકતા લખ્યું છે કે ગત રાત્રે 18 વર્ષની સઇદા દાનિયા શાહ સાથે લગ્ન કર્યા છે. તે દક્ષિણ પંજાબના લોધરણથી એક સન્માનિત સાદાત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સાંસદે આગળ લખ્યું કે સઇદા દાનિયા ઘણીસુંદર, પ્યારી, સિંપલ અને ડાર્લિંગ છે. હું પોતાના બધા શુભચિંતકોને નિવેદન કરીશ કે તે અમારા માટે દુઆ કરે. મેં હાલમાં જ જિંદગીના ખરાબ સમયને પાછળ રાખ્યો છે. તે ઘણો ખરાબ નિર્ણય હતો તો પણ 2021માં આમિરે પોતાના લગ્નને લઇને દાવો કર્યો હતો કે તેની ફક્ત એક જ પત્ની છે ટૂબા.

Niraj Patel