ફિલ્મ ઈડિન્સ્ટ્રીની રંગીન દુનિયામાં કોના સંબંધો ક્યારે બંધાય છે અને ક્યારે તૂટી જાય છે તે કઈ કહેવાય એમ નથી, ઘણા કિસ્સાઓમાં અપને જોયું છે કે બોલીવુડના મોટા મોટા સેલેબ્રિટીઓ પણ લગ્ન બાદ અલગ થઇ જતા હોય છે, હાલ ખબર આવી રહી છે બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનની. જે પત્ની કિરણ રાવ સાથે છૂટાછેડા લઇ રહ્યા છે.
15 વર્ષ ના પોતાના લગ્ન જીવન બાદ આમિર ખાન કિરણ રાવે પોતાના સંબંધને ખતમ કરવાનો નિર્ણય લઇ લીધો છે. આમિર અને કિરણે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ દ્વારા આ વાતની જાહેરાત કરી છે. હવે બંનેના રસ્તા અલગ હશે. હવે બંને પોતાના જીવનને પતિ પત્નીની જગ્યાએ અલગ અલગ રીતે જીવશે. આ ખબર બંનેના ચાહકો માટે ખુબ જ ચોંકાવનારી છે.
આમિર ખાન અને કિરણ રાવે પોતાના સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે, “આ 15 વર્ષના સુંદર રવર્ષોમાં અમે એક સાથે જીવનભરના અનુભવ, આનંદ, ખુશીને શેર કરી છે. અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા ઈચ્છીશું. પતિ પત્નીના રૂપમાં નહીં. પરંતુ સહ- માતા-પિતા અને પરિવારના રૂપમાં. અમે થોડા સમય પહેલા જ એક અલગ થવાનો પ્લાન શરૂ કર્યો હતો. હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપ્મા સહજ અનુભવી રહ્યા છીએ.”
તેમને આગળ લખ્યું છે કે, “અમે બંને અલગ અલગ રહેવા છતાં પણ પોતાના જીવનને એક વિસ્તારિત પરિવારની રીતે હંમેશા શેર કરીશું. અમે અમારા દીકરા આઝાદ પ્રત્યે સમર્પિત માતા-પિતા છીએ. જેનું પાલન પોષણ અમે મળીને કરીશું. અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પરિયોજનાઓ ઉપર પણ સહયોગીના રૂપમાં કામ કરવાનું ચાલુ રાખીશું. જેના વિશે અમે દિલથી ચિંતા કરીએ છીએ.”
તે આગળ લખે છે કે, “અમારા સંબંધમાં નિરંતર સમર્થન અને સમજ માટે અમારા પરિવાર અને મિત્રોનો ખુબ ખુબ આભાર. જેમના વગર અમે કદાચ આ કદમ લેવામાં આટલું સુરક્ષિત ના અનુભવતા. અમે અમારા શુભચિંતકો પાસેથી શુભકામનાઓ અને આશીર્વાદની આશા રાખીએ છીએ કે અમારી જેમાં તમે આ છૂટાછેડાને અંતની જેમ નહીં પરંતુ એક નવા સફરની શરૂઆતના રૂપમાં જુઓ. ધન્યવાદ અને પ્રેમ. કિરણ અને આમિર.
કિરણ અને આમિર ખાનની મુલાકાત ફિલ્મ લગાનના સેટ ઉપર થઇ હતી. તે દરમિયાન જ બંને વચ્ચે પ્રેમ થયો અને બંનેએ 28 ડિસેમ્બર 2005ના રોજ લગ્ન કરી લીધા. સરોગેસીની મદદથી બંનેએ દીકરા આઝાદનું સ્વાગત કર્યું. 15 વર્ષના આ સંબંધમાં કિરણ અને આમિરે ઘણા ઉતાર ચઢાવ જોયા છે અને ઘણી વસ્તુઓનો સાથે મળીને સામનો કર્યો છે. કિરણ પહેલા આમિર ખાને રિના દત્તા સાથે લગ્ન કર્યા હતા.