ફોટો ક્લિક કરાવતા સમયે આ અભિનેત્રીની કમરમાં હાથ નાખીને ઉભો રહી ગયો ચાહક, ગુસ્સામાં આવેલી અભિનેત્રીએ કર્યું એવું કે.. જુઓ વીડિયો

ફોટો ક્લિક કરાવતી વખતે ફેને નાખી દીધો અભિનેત્રીની કમરમાં હાથ, ગુસ્સે ભરાયેલી અભિનેત્રી બોલી, “મને અડીશ નહિ…”, ચાહકો પણ આવ્યા સ્પોર્ટમાં, જુઓ વીડિયો

Fan touch Aahana Kumra :બોલીવુડના સેલેબ્સને મળવાનું અને તેમની સાથે સેલ્ફી ક્લિક કરાવવાનું દરેકને પસંદ હોય છે, અને જયારે સેલેબ્સ જાહેરમાં આવે છે અને કોઈ ચાહકને આ મોકો મળે છે ત્યારે તે તરત આ મોકાને લપકી લેતો હોય છે. પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે સેલ્ફી લેવા દરમિયાન ચાહકો સેલેબ્સ સાથે એવી હરકતો કરતા હોય છે જેના કારણે સેલેબ્સ પણ અવઢવમાં મુકાતા હોય છે.

હાલ એવું જ અભિનેત્રી આહના કુમરા સાથે થયું . આહના કુમરાએ ખૂબ જ ઓછા સમયમાં એક્ટિંગને કારણે પોતાની ખાસ ઓળખ બનાવી છે. લિપસ્ટિક અંડર માય બુરખાથી લાઈમલાઈટમાં આવેલી અભિનેત્રી ઘણીવાર એક યા બીજા કારણોસર લાઈમલાઈટમાં રહે છે. હાલમાં જ આહનાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ટૂંકી ક્લિપમાં, તે એક ફેન સાથે ફોટો ક્લિક કરતી જોવા મળે છે, જ્યારે તે વ્યક્તિ એવું કામ કરે છે કે અભિનેત્રી ગુસ્સે થઈ જાય છે. વીડિયોમાં આહના ફેન્સ સાથે ફોટો પડાવતી જોઈ શકાય છે. આ દરમિયાન એક વ્યક્તિ તેમને પાછળથી સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. જે પછી આહના કહે છે, “મને સ્પર્શ કરશો નહીં.”

આ પછી તે જતી જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ તેના પર ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, પરવાનગી વગર કોઈ વ્યક્તિને કેવી રીતે સ્પર્શ કરી શકે છે. આ સિવાય અન્ય લોકો વ્યક્તિ પર આરોપ લગાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આના છેલ્લે ફિલ્મ સલામ વેંકીમાં મોટા પડદા પર જોવા મળી હતી. આ ફિલ્મમાં કાજોલ અને વિશાલ જેઠવા લીડ રોલમાં હતા.

Niraj Patel