રાજસ્થાનના દૌસામાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો. અહીં શ્રદ્ધાળુઓથી ભરેલું વાહન ટ્રક સાથે ધડાકાભેર અથડાયું. આ દુર્ધટનમાં અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં 7 બાળકોનો પણ સમાવેશ થાય છે.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો ખાટુશ્યામ મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી પિક અપની ટ્રક સાથે ભીષણ ટક્કર થઇ હતી. આ દરમિયાન ભયાનક અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં 7 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે.આ વિશે પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, ‘ખાટુશ્યામ મંદિરથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને જયપુર રિફર કરવામાં આવ્યા છે. બધા શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું કહેવાય છે. એસપી સાગર રાણાએ જણાવ્યું હતું કે ખાટુ શ્યામ મંદિરથી આવતા શ્રદ્ધાળુઓના અકસ્માત અંગે માહિતી મળી હતી. અત્યાર સુધીમાં 10 લોકો ઘાયલ થયાના સમાચાર છે. લગભગ 7-8 લોકોને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. દૌસાના ડેપ્યુટી એસપી રવિ પ્રકાશ શર્માએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયા છે. મૃતકોમાં 7 બાળકો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. ખાટુ શ્યામના દર્શન કરીને પરત ફરતી વખતે રાત્રે આ અકસ્માત થયો હતો. આ બધા ઉત્તર પ્રદેશના અસરૌલીના રહેવાસી હતા.