બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને લાલુ પ્રસાદ યાદવના નાના પુત્ર તેજસ્વી યાદવ ફરી એકવાર પિતા બન્યા છે. તેમની પત્ની રાજશ્રીએ કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે. તેજસ્વી યાદવે આ ખુશખબરી સોશિયલ મીડિયામાં શેર કરતા લખ્યું કે, “ગુડ મોર્નિંગ!’આખરે પ્રતિક્ષાનો અંત આવ્યો..’ મને અમારા નાના દીકરાના આગમનની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ, ધન્યતા અને ખુશી થઈ રહી છે. જય હનુમાન! આ સાથે, તેમણે તેમના પુત્રની એક તસવીર પણ શેર કરી, સોશિયલ મીડિયા પર તેમના ચાહકો અભિનંદન આપી રહ્યા છે.
View this post on Instagram
જણાવી દઈએ કે સમાચાર આવ્યા હતા કે તેજસ્વી યાદવની પત્ની રાજશ્રી બીજી વખત ગર્ભવતી છે. તેણીને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન, તેજસ્વી યાદવ પહેલેથી જ તેમની પત્ની સાથે કોલકાતામાં છે. તેજસ્વી યાદવની બહેન મીસા પણ કોલકાતામાં છે. મીસાએ ઇન્સ્ટાગ્રામ પર તેના ભત્રીજાની તસવીર શેર કરી અને લખ્યું કે અમારા પરિવારમાં એક નવા મહેમાનનું આગમન થયું છે. તેજસ્વી અને રાજશ્રીને ખૂબ ખૂબ અભિનંદન! ભગવાન આ નવજાત બાળકને ખુબ પ્રેમ અને ખુશી આપે.
View this post on Instagram
આ પહેલા રાજશ્રીએ 27 માર્ચ, 2023 ના રોજ ચૈત્ર નવરાત્રિ દરમિયાન એક પુત્રીને જન્મ આપ્યો. એટલા માટે લાલુ યાદવે પોતાની પૌત્રીનું નામ કાત્યાયની રાખ્યું છે.એટલે હવે તેજસ્વી અને રાજશ્રી એક પુત્રી અને એક પુત્રના માતા-પિતા બન્યા છે. રાજશ્રી અને તેજસ્વીના લગ્ન ડિસેમ્બર 2021માં દિલ્હીમાં એક પ્રાઇવેટ સમારોહમાં થયું હતું, જે ખુબ ચર્ચામાં રહ્યું હતું. તેમનાં પ્રેમલગ્નો વિશે કહેવામાં આવે છે કે શરૂઆતમાં લાલુ પ્રસાદ યાદવ અને પરિવાર રાજી નહોતા, પરંતુ છેલ્લે બધાંની સહમતિ બાદ તેમના તાત્કાલિક લગ્ન યોજાયા હતા. લાલુ પ્રસાદ યાદવ અને તેમનો પરિવાર ભારતના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, પરંતુ તેમ છતાં તેઓ વારંવાર વિવાદોમાં રહે છે. તાજેતરમાં, 25 મે 2025ના રોજ લાલુ યાદવે પોતાના પુત્ર તેજ પ્રતાપ યાદવને RJDમાંથી ૬ વર્ષ માટે બહાર કરવાનો કઠોર નિર્ણય લીધો હતો અને જાહેરમાં તેમને પરિવારથી પણ દૂર કરી દીધા હતા.