57 વર્ષનો અરબાઝ ખાન બનવાનો છે પિતા ! 22 વર્ષ નાની પત્ની છે પ્રેગ્નેટ ? શૂરા ખાનને સીડીઓ પર સંભાળતો જોવા મળ્યો
‘ગુડ ન્યુઝ છે શું’, પત્ની શૂરા ખાનને સંભાળી કારમાં બેસાડતો જોવા મળ્યો અરબાઝ ખાન, ફેન્સે કર્યુ રિએક્ટ
શું અરબાઝ ખાન અને શૂરા ખાન તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા જઇ રહ્યા છે? શૂરા ખાનની પ્રેગ્નેંસીની છેલ્લા ઘણા સમયથી ચર્ચા થઇ રહી છે જો કે આ દંપતીએ હજુ સુધી આ વિશે કોઈ જાહેરાત કરી નથી, પરંતુ ચાહકોને લાગે છે કે શૂરા પ્રેગ્નેટ છે. આ દંપતી ગયા મહિને પહેલી વાર એક ક્લિનિકમાં સાથે જોવા મળ્યા હતા, જેનાથી શૂરાની પ્રેગ્નેંસીની અફવાઓ ફેલાઈ હતી. ત્યારે હાલમાં જ રવિવારે કપલને લંચ ડેટ પછી એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા સ્પોટ કરવામાં આવ્યા.

આ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અરબાઝ પત્નીને સીડીઓ પરથી નીચે સંભાળીને લઈ જતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શૂરા ખાને ઢીલા કપડા પહેર્યા હતા, જે સામાન્ય રીતે સેલિબ્રિટી પ્રેગ્નેંસીના શરૂઆતના તબક્કામાં પહેરે છે. દબંગ એક્ટરે પત્નીને કહ્યું- આરામથી.. આ પછી શૂરા કારની અંદર ધ્યાનથી બેઠી.આ વીડિયો જોયા પછી કોમેન્ટ બોક્સમાં ચાહકોએ અનુમાન લગાવ્યું કે શૂરા ખાન ખરેખર પ્રેગ્નેટ છે. જણાવી દઇએ કે, 57 વર્ષીય અરબાઝ ખાને 24 ડિસેમ્બર, 2023 ના રોજ શૂરા સાથે લગ્ન કર્યા હતા.

બંંને વચ્ચે 22 વર્ષનો ઉંમરનો તફાવત છે. ગયા વર્ષે શૂરાએ ઇન્સ્ટાગ્રામ પર “આસ્ક મી એનિથિંગ” સત્રનું આયોજન કર્યું હતું અને એક સોશિયલ મીડિયા યુઝરને તેની ઊંચાઈ અને ઉંમરના તફાવત વિશે પૂછતા તેણે રમુજી જવાબ આપ્યો હતો. યુઝરે પૂછ્યું- તમારી અને તમારા પતિ અરબાઝ ખાન વચ્ચે ઉંમર અને ઊંચાઈનો તફાવત કેટલો છે? આના જવાબમાં તેણીએ જવાબ આપ્યો- અરબાઝ 5’10 છે, અને હું 5’1 છું અને ઉંમર ફક્ત એક સંખ્યા છે.

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે તેના પતિમાં કયા ગુણોની પ્રશંસા છે, ત્યારે તેણે જવાબ આપ્યો, ‘તે ખૂબ જ પ્રેમાળ અને આદરણીય છે.’ ઉલ્લેખનીય છે કે, શૂરા અને અરબાઝની પહેલી મુલાકાત ‘પટના શુક્લા’ના સેટ પર થઈ હતી, જેનું નિર્માણ અરબાઝ દ્વારા કરવામાં આવ્યું હતું. શૂરા રવિના ટંડનની મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. 24 ડિસેમ્બર, 2023 ના રોજ લગ્ન કરતા પહેલા બંનેએ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.
View this post on Instagram