ટીમ ઈન્ડિયાના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર-એક્ટ્રેસ ધનશ્રી વર્માના ગુરુવારે ઓફિશિયલી છૂટાછેડા થઇ ગયા. આ નિર્ણય વચ્ચે ધનશ્રીએ પોતાનો નવો મ્યુઝિક વીડિયો ‘દેખા જી દેખા મેં’ રિલીઝ કર્યો છે. આ ગીતમાં એવું બતાવવામાં આવે છે કે બહારથી સુખી દેખાતું લગ્નજીવન કેટલું બેવફાઈ અને ખરાબ વર્તનથી ભરેલું હોય છે.

આ ગીત પર નેટીઝન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ધનશ્રી વર્માના આ નવા ગીતનું ટાઇટલ છે ‘દેખા જી દેખા મેંને, દિલ કા રોના, ગૈરો કે બિસ્તર પે, અપનો કા સોના દેખા…’ ટી-સીરીઝના આ ગીતના લિરિક્સ જાનીએ લખ્યા છે, સિંગર જ્યોતિ નૂરન છે. ધનશ્રી સાથે ઇશ્વક સિંહ જોવા મળે છે. આ ગીતમાં બતાવવામાં આવ્યું છે કે ધનશ્રી વર્માનો પતિ બીજી સ્ત્રી સાથે તેને દગો આપે છે.

જ્યારે તે તેની પત્ની પર શંકા કરે છે અને તેની સામે તેને થપ્પડ પણ મારે છે ત્યારે હદ ઓળંગી જાય છે. એક દિવસ, જ્યારે ધનશ્રી તેના પતિને બીજી સ્ત્રી સાથે રંગે હાથે પકડે છે, ત્યારે તે ઘર છોડે છે. આના પર, તેનો પતિ તેને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ બીજી જ ક્ષણે તે તેને મારવાનું શરૂ કરે છે.

હવે ધનશ્રી વધુ સહન કરી શકતી નથી અને તે પોતાનું મંગળસૂત્ર પતિને આપીને જતી રહે છે. એનો અર્થ એ કે તે લગ્ન તોડી નાખે છે. જો કે દુઃખી થવાને બદલે, પતિ હસવા લાગે છે જાણે કે તે એ જ ઇચ્છતો હોય એમ. ધનશ્રીએ આ ગીતના કેટલાક ફોટા તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.