આ દિવસોમાં કરીના કપૂર ખાન તેની ફિલ્મો માટે જ નહીં પરંતુ તેની તસવીરોને કારણે પણ ચર્ચામાં છે. જી હા, કરીના અવાર નવાર તેના પતિ અને બાળકો સાથે વેકેશન પર જાય છે, જ્યાંથી તે તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે,જે વાયરલ થઇ જાય છે. થોડા સમય પહેલા કરીના કપૂર માલદીવ્સ ગઇ હતી, જ્યાંથી તેણે કેટલીક તસવીરો શેર કરી હતી.

આ તસવીરોએ આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે કરીના કપૂર ખાન બોલ્ડ બિકિનીમાં જોવા મળી રહી છે. એક તસવીરમાં કરીના યલો ટુ-પીસ આઉટફિટમાં સેલ્ફી લેતી જોવા મળે છે. આ દરમિયાન તેનો નો મેકઅપ લુક જોવા મળે છે. જણાવી દઈએ કે કરીના કપૂરની નણંદ સબા પટૌડીએ ફાયર અને હાર્ટ ઇમોજી સાથે કરીનાના વખાણ કર્યા.

કરીના આ દરમિયાન ફેશન ગોલ આપતી જોવા મળે છે. કરીના કપૂરે બિકીનીમાં કિલર પોઝ આપ્યા છે. આ ફોટોમાં કરીના વેકેશન પર રિલેક્સ મોડમાં જોવા મળી હતી. તેણે નો મેકઅપ લુક પણ બતાવ્યો. 44 વર્ષની ઉંમરે પણ કરીના ફિટ અને ખૂબસૂરત છે. કરીનાએ સ્ટ્રેપલેસ યલો બિકીની સાથે બ્લેક શેડ્સ મેચ કર્યા છે.

કરીના કપૂરના કરિયરની વાત કરીએ તો, તે ‘ક્રૂ’ અને ‘સિંઘમ રિટર્ન્સ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. બંને ફિલ્મોમાં કરીનાના પાત્રો એકદમ અલગ હતા. તે ભવિષ્યમાં પણ કેટલીક ફિલ્મો કરી રહી છે, પરંતુ તે હજુ સુધી કન્ફર્મ નથી.