ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી હોળી પર પરિવાર સાથે ભક્તિના રંગમાં રંગાયો હાર્દિક પંડ્યા, જુઓ વીડિયો

હાર્દિક-કૃણાલ પંડ્યાએ પરિવાર સાથે રામધૂન કરી આવી રીતે સેલિબ્રેટ કરી હોળી- જુઓ વીડિયો

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેના ભાઇ કૃણાલ પંડ્યાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેના પરિવાર સાથે “હરે કૃષ્ણ” ભજનમાં સંપૂર્ણપણે મગ્ન જોવા મળે છે. હાર્દિક પંડ્યાએ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર રમત બતાવી હતી.

ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી પરિવાર સાથે હાર્દિક પંડ્યા ભક્તિના રંગમાં રંગાયેલો જોવા મળ્યો. હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, પંખુરી શર્મા અને હાર્દિક-કૃણાલની માતા સહિત તેમજ બંનેના બાળકો પણ જોવા મળ્યા હતા. આ દરમિયાનનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં પંડ્યા પરિવાર હોળીના અવસરે રામધૂનમાં રંગાયેલા જોવા મળે છે.

હાર્દિકના સર્વાંગી પ્રદર્શનને કારણે ભારતે ઐતિહાસિક વિજય નોંધાવ્યો અને ત્રીજી વખત ટ્રોફી જીતી. આ જીત સાથે ભારતે સૌથી વધુ ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ જીતવાના મામલે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે. ભારતે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને બધી મેચ જીતી.

ભારતે બે વાર ન્યુઝીલેન્ડને હરાવ્યું- પહેલા ગ્રુપ સ્ટેજમાં અને પછી ફાઇનલમાં….જ્યાં તેઓએ ટાઇટલ જીત્યું.હાર્દિક પંડ્યાએ ટુર્નામેન્ટમાં 4 ઇનિંગ્સમાં 24.75 ની સરેરાશ અને 106.45 ના સ્ટ્રાઇક રેટથી કુલ 99 રન બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર 45 રન હતો.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93)

તેણે બોલિંગમાં પણ ટીમમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેણે 5 મેચમાં 5.84 ના ઇકોનોમી રેટથી 4 વિકેટ લીધી અને જ્યારે પણ ટીમને તેની જરૂર હતી ત્યારે તેણે સારું પ્રદર્શન કર્યું.

Previous Article

અરે બાપ રે, હોળી પહેલા ભાગ્યશ્રી સાથે થયો મોટો અકસ્માત, માથા પર આવ્યા 13 ટાંકા- હોસ્પિટલમાંથી સામે આવી તસવીરો

Next Article

અચાનક ચટણી લગાવી થર્મોકોલના ટુકડા કેમ ખાવા લાગ્યા લોકો ? જોવા મળ્યો ટ્રેંડ- ધડાધડ શેર થઇ રહ્યો છે વીડિયો

error: Protected Content!