‘આશ્રમ 3 પાર્ટ 2’ ની રીલિઝ ડેટ એનાઉન્સ, જાણો ક્યાં અને ક્યારે જોઇ શકશો સીરીઝ

બોબી દેઓલની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ ‘આશ્રમ 3 પાર્ટ 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સંપૂર્ણ મનોરંજન અને ડ્રામાથી ભરેલી આ ક્રાઈમ-થ્રિલર સિરીઝ જોવા માટે દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ‘આશ્રમ 3 પાર્ટ 2’ નું ટ્રેલર રિલીઝ કર્યા બાદ નિર્માતાઓએ ‘આશ્રમ 3 પાર્ટ 2’ની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. બોબી દેઓલ સ્ટારર આ વેબ સિરીઝ 27 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

તમે Amazon MX Player પર ‘આશ્રમ 3 પાર્ટ 2’ નો આનંદ માણી શકો છો. સીરિઝનું ટ્રેલર શેર કરતી વખતે બોબી દેઓલે લખ્યું- જપનામ ! હું 27 ફેબ્રુઆરીએ તમારા સબ્રનો લડ્ડુ લાવી રહ્યો છું. એક બદનામ આશ્રમ સીઝન 3 પાર્ટ 2..27 ફેબ્રુઆરીએ MX પ્લેયર પર રિલીઝ થશે. બોબી દેઓલની વેબ સિરીઝ ‘આશ્રમ 3 પાર્ટ 2’ના ટ્રેલરની વાત કરીએ તો આ વખતે અદિતિ પોહાનકરનો પહેલા કરતાં વધુ બળવાખોર અવતાર જોવા મળ્યો છે. અદિતિ ફરી એકવાર પમ્મી બનશે અને તેની સાથે થયેલા અન્યાયનો બદલો લેશે.

આ વખતે તે બદલો લેવા માટે ભોપા સ્વામીનો ઉપયોગ કરશે. ત્યાં ભોપા પણ પમ્મીની સુંદરતાની જાળામાં ફસાઈ બાબા નિરાલાનો વિરોધી બનશે. જો કે, પમ્મીનો બદલો આ સિઝનમાં પૂરો થશે કે નહીં તે તો પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આશ્રમ 3 પાર્ટ 2 સિરીઝ જોઈને જ ખબર પડશે. બોબી દેઓલની સાથે અદિતિ પોહાનકર, ચંદન રોય સાન્યાલ, દર્શન કુમાર, વિક્રમ કોચર, અનુપ્રિયા ગોયનકા, ત્રિધા ચૌધરી, રાજીવ સિદ્ધાર્થ અને ઇશા ગુપ્તા આ સિરીઝમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Bobby Deol (@iambobbydeol)

Previous Article

પ્લીઝ હેલ્પ...! USથી ડિપોર્ટ કરાયેલા પ્રવાસી પનામા હોટલમાં બંધ, બારીમાંથી લગાવી મદદની ગુહાર

Next Article

ભાઇ આદર જૈનની મહેંદી સેરેમનીમાં પાકિસ્તાની સૂટમાં જોવા મળી કરીના કપૂર, મલ્ટી ઇયરિંગ્સ પેર કરી ઉડાવી ચાહકોની ઊંઘ

error: Protected Content!