ગોંડલ : બે માળનું મકાન રિનોવેશન દરમિયાન થયુ ધરાશાયી, મચી ગઇ અફરાતફરી- ત્રણ વ્યક્તિઓ કાટમાળમાં દબાયા

ગોંડલમાં બે માળનું મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયાં, બચાવ કામગીરી ચાલુ- મકાનમાં ચાલી રહ્યુ હતુ રિનોવેશનનું કામ

ગુજરાતમાંથી અવાર નવાર દુર્ઘટનાની ખબર સામે આવે છે, ત્યારે હાલમાં ગોંડલના સહજાનંદ નગર વિસ્તારમાં દુર્ઘટના બની. ગરબી ચોક પાસે આવેલ બે માળનું મકાન ધરાશાયી થઇ ગયુ, આ મકાનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ને અચાનક મકાન ધરાશાયી થઇ ગયું. આ દુર્ઘટનામાં એક પુરુષ અને બે મહિલા કાટમાળમાં દબાઈ ગયાં.

ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અનેન JCB મશીનની મદદથી બચાવ કામગીરી ચાલુ કરી. પ્રાપ્ત જાણકારી અનુસાર આ ઘટનામાં સુનિલભાઈ વરધાણી અને તેમની પત્ની ઉષાબેન કટમાંળમાં દબાયેલા હોવાનું કહેવાય છે. જ્યારે તેમીન માતા મિતાબેનને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

મકાન ધરાશાયી થયાની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ ગયા હતા. આ ઉપરાંતસ્થાનિક ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું.

Previous Article

સાહિલ ખાન 26 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે બંધાયો લગ્રના બંધનમાં, બે ધર્મો અનુસાર કર્યા લગ્ર; જુઓ તસવીરો

Next Article

વિદેશની ધરતી પર ગુજરાતીનું મોત, કારમાંથી મળ્યો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ

error: Protected Content!