વધુ એક ગુજરાતીનું કેનેડામાં મોત; નવસારીના આધેડનો રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ
મૂળ નવસારીના બોદાલીના અને કેનેડામાં રહેતા નરેન્દ્રભાઈનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હોવાના અહેવાલ છે. કેનેડ પોલીસ અનુસાર, કારમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જવાના કારણે નરેન્દ્રભાઈનું મોત થયું છે. જ્યારે નરેન્દ્રભાઈનું અવસાન થયું ત્યારે તેઓ ગાડીમાં હતા અને કાર બરફથી ઢંકાયેલી હતી.આ ઉપરાંત કારનો ફેન પણ ચાલુ હતો.
એવું અનુમાન છે કે ગાડીમાં અચાનક કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી જવાને કારણે તેમનું મોત થયું હોઇ શકે છે. જો કે તેઓ લાંબા સામે સુધી કારમાં કેમ હતા ? તે વિશે કોઈ માહિતી સામે નથી આવી. હાલ તો આ મામલે કેનેડા પોલીસ કાર્યવાહી કરી રહી છે. નરેન્દ્રભાઈનો મૃતદેહ પીએમ માટે મોકલાયો છે, તેની વિગતો સામે આવતા વધુ માહિતી બહાર આવશે.