મહાકુંભમાં પોલિસવાળાએ બાઇકર પર વરસાવી લાઠીઓ, હાથ જોડવા પર પણ ના આવી દયા…જુઓ વીડિયો

રોંગ સાઇડથી આવી રહ્યો હતો બાઇકર, પોલિસવાળાએ લાઠીથી બરાબર ધોયો- હાથ જોડવા પર પણ ના આવી દયા- વીડિયો વાયરલ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં કરોડો ભક્તો પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં લોકોની ભીડને સંભાળવા માટે પોલીસ અને વહીવટીતંત્ર પર સ્વાભાવિક રીતે ઘણું દબાણ છે. જો કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પોલીસકર્મી એક બાઇકરને લાઠીથી નિર્દયતાથી મારતો જોવા મળે છે. આ ક્લિપ પર યુઝર્સે પોલીસના અમાનવીય વર્તન પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. જ્યાં એક તરફ યુઝર્સ વહીવટીતંત્ર પાસે આવા બેકાબૂ પોલીસકર્મીઓને દૂર કરવાની માંગ કરી રહ્યા છે.

ત્યાં ઘણા યુઝર્સ કહે છે કે જો બાઇકર દોષિત હોય તો પણ કોર્ટ આ બાબતનો નિર્ણય કરશે ના કે પોલીસ લાઠીથી… આ વીડિયો પ્રયાગરાજનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પેટ્રોલ પંપ પર ઊભેલો જોઈ શકાય છે. ક્લિપની શરૂઆતમાં એક પોલીસ કર્મચારી તેની બાઇકનું આગળનું ટાયર કાપવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ દરમિયાન, બીજો પોલીસકર્મી લાકડી લઈને દોડતો આવે છે અને બાઇક પર બેઠેલા માણસને ધડાધડ મારે છે. માર દરમિયાન તે માણસ હાથ જોડીને દયાની ભીખ માંગતો જોવા મળે છે.

આ દરમિયાન તે બાઇક પરથી પડી પણ જાય છે. પરંતુ નિર્દય પોલીસકર્મી તેને માર મારી રહ્યો છે. જ્યારે બીજો પોલીસકર્મી તેની બાઇકનું ટાયર કાપવામાં વ્યસ્ત છે. લગભગ 20 સેકન્ડની આ ક્લિપે યુઝર્સને અંદરથી હચમચાવી દીધા છે. જેના કારણે લોકો આ વીડિયો પર ઉગ્ર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. @SahilRazvii એ X પર આ વીડિયો પોસ્ટ કરી લખ્યું- આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસનું વર્તન એક વાર તો જુઓ.

Previous Article

જાન જોવા પહોંચેલા બાળકને દુલ્હાની ઘોડીએ મારી લાત, ઘટના સ્થળે જ થયુ મોત; માતા બોલી- ભગવાને 12 વર્ષ પછી દીકરો આપી કેમ છીનવ્યો....

Next Article

હોલિવુડ સ્ટારે પત્નીના નામે કરી 200 કરોડથી વધુની સંપત્તિ, કહ્યુ- તેના લીધે જ હું ઊંચાઇઓ સુધી પહોંચ્યો...

error: Protected Content!