શ્વાને 12 કલાકમાં શોધી નાખી પોતાને ટક્કર મારનારી કાર ! પછી લીધો એવો બદલો કે…વાયરલ થઇ રહ્યો છે વીડિયો
આપણે માણસોના બદલાની ઘણી કહાનીઓ સાંભળી હશે, કોઈ વૈજ્ઞાનિક આધાર ન હોવા છતાં આપણામાંથી ઘણા લોકોએ સાંભળ્યું છે કે સાપ અને હાથી જો ગુસ્સે થાય છે તો બદલો લેવા પાછા આવે છે. પરંતુ હાલમાં એક શ્વાનના બદલો લેવાની ઘટના સામે આવી છે જેનો સીસીટીવી વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના મધ્યપ્રદેશના બુંદેલખંડ ક્ષેત્રના સાગર જિલ્લામાં બની હતી. સાગરના રહેવાસી પ્રહલાદ સિંહ ઘોષી 17 જાન્યુઆરીના રોજ બપોરે 2 વાગ્યા આસપાસ પરિવાર સાથે લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે ઘરેથી નીકળ્યા હતા. પાર્કિંગમાંથી કાર બહાર કાઢતી વખતે ભૂલથી તેમનાથી નજીકમાં ઉભેલા બ્લેક શ્વાનને ટક્કર વાગી. શ્વાનને ગંભીર ઈજા થઈ નહોતી પણ તેણે ભસતા ભસતા થોડા અંતર સુધી કારનો પીછો કર્યો.

જો કે બીજા દિવસે સવારે જ્યારે પ્રહલાદ પોતાની કાર લેવા પાર્કિંગમાં પહોંચ્યા ત્યારે તેમણે પોતાની કારને ખરાબ રીતે ખરોચેલી જોઇ… તેમને લાગ્યું કે કદાચ આ પડોશના બાળકો દ્વારા કરવામાં આવેલી મજાક હશે. પરંતુ, પાર્કિંગ લોટના સીસીટીવી ફૂટેજ જોઈને તે ચોંકી ગયા. બે શ્વાન પોતાના પંજાથી કાર પર સ્ક્રેચ મારી રહ્યા હતા. તેમાંથી એક એ જ કૂતરો હતો જેને પ્રહલાદની કારથી ટક્કર વાગી હતી.

પ્રહલાદે કહ્યું કે જ્યારે તેણે બે શ્વાનને આવી રીતે કાર ખરાબ કરતા જોયા ત્યારે શરૂઆતમાં તો સમજાયું નહીં કે શું થયું. પરંતુ પાછળથી યાદ આવ્યું કે એક શ્વાન એ હતો જેને તેની કારથી ટક્કર વાગી હતી. તેમણે ન્યૂઝ18 ને જણાવ્યું કે શ્વાન દ્વારા જે કાર ખરાબ કરવામાં આવી તેને રિપેર કરાવવા માટે તેમને 15,000 રૂપિયાનો ખર્ચ થયો.
12 घंटे में कुत्ते ने खोज निकाला टक्कर मारने वाला… pic.twitter.com/RtBthqGrqH
— Sheikh inzemam (@sheikh_inzemam) January 22, 2025