પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન માળા વેચવા આવેલી મોનાલિસા ભોસલે હવે સોશિયલ મીડિયા સેંસેશન બની ગઈ છે. મોનાલિસાની ખૂબસુરત આંખોના દીવાનાની કોઇ કમી નથી. મોનાલિસા ટૂંક સમયમાં એકેટિંગ ડેબ્યુ કરવા જઈ રહી છે. મોનાલિસાને તેની પહેલી ફિલ્મ મળી ત્યારથી તેનું વલણ ઘણું બદલાઈ ગયું છે. તેના વર્તન, રીતભાત અને શૈલીમાં બદલાવ આવ્યો છે.
પરંતુ આ પહેલા તે મોટી ઈવેન્ટ્સ અને શોમાં પણ ભાગ લઈ રહી છે. મોનાલિસાને એક ફિલ્મની ઓફર મળી છે, જેના માટે વાયરલ ગર્લ એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર વીડિયો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર મોનાલિસાની ફેન ફોલોઈંગ પણ ઝડપથી વધી રહી છે. તે તેના ચાહકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતી નથી.
ત્યારે આ દરમિયાન તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે રાધા તરીકે પોઝ આપતી અને ‘રામ તેરી ગંગા મૈલી’ ના ગીત ‘એક રાધા એક મીરા’ પર એક્સપ્રેશન આપતી જોવા મળે છે. તેનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. મોનાલિસાના વીડિયો પર કોમેન્ટ કરીને ઘણા યુઝર્સે તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.
View this post on Instagram