કર્મનું ફળ ઇન્સટન્ટ ! સાઇકલ વાળાને ટપલી મારવાના ચક્કરમાં ઓટો વાળાએ ગુમાવ્યુ બેલેન્સ, CCTV ફુટેજ થયા વાયરલ

શું તમે જોયું છે પોતાના કર્મનું ઇન્સટન્ટ ફળ…! જો ના તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ લો. જેમાં એક ઓટો રિક્ષા ચાલકની એક નાની ભૂલના કારણે તેની ઓટો પલટી મારી ગઇ. વાયરલ વીડિયો તમિલનાડુના કાદયાનલ્લૂર હોવાનું કહેવાય છે. આ ઘટના 20 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 4:50 વાગ્યે બની હતી.

આ માહિતી CCTV ફૂટેજ જોઈને જાણી શકાય છે. વાયરલ ક્લિપમાં જે જોવા મળ્યુ તેને લોકો ‘કર્મ’ સાથે જોડી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં એક બાળક સાયકલ પર જતો જોઈ શકાય છે. આ દરમિયાન એક ઓટો રિક્ષા જે ત્યાંથી જ પસાર થઈ રહી છે તે છોકરાને ટપલી મારવા ઓટોમાંથી પોતાનો હાથ બહાર કાઢે છે. જો કે આ સમયે જ તે પોતાનું સંતુલન ગુમાવે છે અને ઓટો પલટી મારી જાય છે.

હવે આ 11 સેકન્ડની ક્લિપ જોયા પછી, યુઝર્સ ઓટો ડ્રાઈવર સાથેની ઘટનાને ‘કર્મનું ફળ’ કહેતા જોવા મળે છે. X પર આ વિડીયો પોસ્ટ કરતા, @thinak_ એ લખ્યું – કાદયાનલ્લૂરમાં ડ્રાઇવરે સાયકલ ચલાવતા છોકરાને રસ્તો ક્રોસ કરતી વખતે હાથ વડે ટક્કર મારવાનો પ્રયાસ કર્યો ત્યારે ઓટો રિક્ષા પલટી ગઈ.

Previous Article

ના આદિવાસી તેલ, ના કોઇ મોંઘી દવાઓ...તો પણ નાગિનની જેમ લહેરાય છે આ ગામની મહિલાઓના વાળ

Next Article

100 રૂપિયામાં એક કેળુ....વિદેશીએ લારીવાળાનો બનાવ્યો વીડિયો તો લોકો બોલ્યા- ગોરા સર્વિસ ટેક્સ લાગ્યો છે...

error: Protected Content!