Breaking News: અરવિંદ કેજરીવાલ પર હુમલો, કાળા ઝંડા લઇ કેટલાક લોકો ગાડી પાસે પહોંચ્યા-પથ્થર પણ ફેંક્યા…

અરવિંદ કેજરીવાલ પર હુમલો ! ભીડે બતાવ્યા કાળા ઝંડા અને ફેંક્યા પથ્થર…AAP એ જારી કર્યો VIDEO

આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી પહેલા હુમલો કરવામાં આવ્યો છે. AAP એ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલની કાર પર હુમલો કરવામાં આવ્યો છે. કેજરીવાલને કાળા ઝંડા બતાવવામાં આવ્યા અને પથ્થરો પણ ફેંકવામાં આવ્યા. આમ આદમી પાર્ટીએ X પર એક પોસ્ટ શેર કરી છે.

એવું કહેવામાં આવ્યું છે કે ‘ભાજપ હારના ડરથી બોખલાઇ થઈ ગઈ છે. BJPએ પોતાના ગુંડાથી અરવિંદ કેજરીવાલ પર હુમલો કરાવ્યો છે. AAPનો આરોપ છે કે ‘ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માના ગુંડાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ પર ઈંટો અને પથ્થરોથી હુમલો કરીને તેમને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો જેથી તેઓ પ્રચાર કરી શકે નહીં.’ આમ આદમી પાર્ટીએ કહ્યું, “ભાજપ વાળા… કેજરીવાલ જી તમારા કાયર હુમલાથી ડરતા નથી, દિલ્હીના લોકો તમને જડબાતોડ જવાબ આપશે.”

આ દરમિયાન ભાજપે જવાબી કાર્યવાહી કરીને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. નવી દિલ્હી વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ કહ્યું કે કેજરીવાલની કાળા રંગની કારે અમારા કાર્યકર્તાઓને કચડી નાખ્યા. અમારા એક કાર્યકર્તાનો પગ તૂટી ગયો છે અને હું તેને જોવા માટે લેડી હાર્ડિંગ જઈ રહ્યો છું. પ્રવેશ વર્માએ કહ્યું કે છેલ્લા 11 વર્ષથી દિલ્હીમાં ચાલી રહેલી સરકારે દિલ્હીમાં ભ્રષ્ટાચાર જ નથી ફેલાવ્યો પરંતુ દિલ્હીને બરબાદ કરી દીધું છે.

આજે હું દેશવાસીઓ અને દિલ્હીવાસીઓને અપીલ કરવા આવ્યો છું કે તમારે દિલ્હીને બચાવવી પડશે, 11 વર્ષમાં યમુના માત્ર ગંદી જ નહીં પરંતુ નાળા જેવી બની ગઈ છે. કેજરીવાલ પર થયેલા હુમલા અંગે દિલ્હી પોલીસે કહ્યું કે, તેમના પર કોઈ હુમલો થયો નથી, લાલ બહાદુર સદનમાં અરવિંદ કેજરીવાલની એક પબ્લિક મીટીંગ હતી, ભાજપના કેટલાક લોકો સભામાં આવ્યા અને પ્રશ્નો પૂછવા માંગતા હતા. આ દરમિયાન બંને તરફથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પોલીસે બંને બાજુથી લોકોને દૂર કર્યા છે.

Previous Article

કરીનાના એક્સ BF શાહિદ કપૂરે સૈફ અલી ખાન પર થયેલ અટેક મામલે જતાવી ચિંતા, કહ્યુ- આ ઘણુ શોકિંગ છે...

Next Article

વીમાના પૈસાથી થઇ રહી છે સૈફ અલી ખાનની સારવાર ? ઓનલાઇન લીક થયો લાખોનો હિસાબ

error: Protected Content!