ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં ઉઠાવ્યો ઘોડેસવારીનો આનંદ, શેર કરી તસવીરો અને વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઘણીવાર તેમના પરફોર્મન્સને લઇને ચર્ચામાં રહેતા હોય છે, મેચમાં બોલ અને બેટથી ધમાલ મચાવ્યાં બાદ જ્યારે પણ બાપુને ક્રિકેટમાંથી બ્રેક મળે ત્યારે તેઓ પોતાના ફાર્મહાઉસમાં સમય પસાર કરતા હોય છે અને અહીં ઘોડે સવારીનો આનંદ પણ માણતા હોય છે.

જાડેજાએ ભલે T20 મેચમાંથી સંન્યાસ લઈ લીધો હોય પણ ટેસ્ટ મેચમાં તેમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યુ. બાંગ્લાદેશ સામે તાજેતરની બે મેચની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવવા માટે જાડેજાએ બોલિંગ અને બેટિંગમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે આ દિવસોમાં તે ફાર્મહાઉસમાં છે, અને ત્યાં ઘોડેસવારીનો આનંદ માણી રહ્યા છે.

જાડેજા અવાર નવાર તેમના ફાર્મહાઉસમાંથી તસવીરો શેર કરતા હોય છે, ત્યારે હાલમાં પણ આ ઓલરાઉન્ડર ખેલાડીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ ઉપરાંત વીડિયો પણ શેર કર્યા છે જેમાં તેઓ જામનગરમાં ઘોડેસવારી સવારી કરતા જોવા મળે છે. ક્રિકેટરના ચાહકોને આ વિડીયો અને તસવીરો ઘણા પસંદ આવી રહ્યા છે.

જણાવી દઇએ કે, હવે જાડેજા ટેસ્ટ ક્રિકેટ દ્વારા ફરી મેદાનમાં જોવા મળશે, જ્યાં તે ન્યૂઝીલેન્ડ સામે એચ રમશે. ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે કુલ 3 ટેસ્ટ મેચની સિરીઝ રમાશે, જે 16 ઓક્ટોબરથી શરૂ થશે.

 

View this post on Instagram

 

A post shared by Ravindrasinh jadeja (@royalnavghan)

Previous Article

BREAKING: સિંગર તુલસી કુમાર સાથે શૂટિંગ સમયે સેટ પર મોટો અકસ્માત થયો, પાટિયું સિંગર પર પડ્યું; જુઓ વીડિયો

Next Article

પપ્પા બનવાનો છે ટીમ ઇન્ડિયાનો આ ક્રિકેટર, પત્ની છે પ્રેગ્નેટ- સીમન્તો નયન સંસ્કારનો શેર કર્યો વીડિયો

error: Protected Content!