લગ્ઝરી કાર સાથે સેલ્ફી લઇ રહ્યો હતો દિવ્યાંગ વ્યક્તિ, માલિકે કર્યુ એવું કે લોકો થઇ રહ્યા છે ઇમોશનલ- જુઓ વીડિયો

લગ્ઝરી કાર સાથે સેલ્ફી લઇ રહ્યો હતો દિવ્યાંગ, માલિકે કર્યુ એવું કે..વીડિયો થઇ ગયો વાયરલ

કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર-જીના ઇસી કા નામ હે. ગીતકાર શૈલેન્દ્ર દ્વારા લખાયેલ અને રાજ કપૂર પર ફિલ્માવાયેલું આ ગીત લગભગ દરેક વ્યક્તિએ સાંભળ્યું જ હશે. પરંતુ એક વ્યક્તિએ આ ગીતના દરેક શબ્દને પોતાના જીવનમાં અમલમાં મૂક્યો છે.

સોશિયલ મીડિયા પરના નકારાત્મક અને સકારાત્મક સમાચારો વચ્ચે આ વિડિયો ચોક્કસપણે તમારો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી નાખશે.તાજેતરમાં જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કન્ટેન્ટ ક્રિએટરે દિવ્યાંગ વ્યક્તિ પ્રત્યે જે હૃદયસ્પર્શી વર્તન દર્શાવ્યું તે બતાવવામાં આવ્યુ છે.

આ વીડિયો ઈન્ટરનેટ પર દરેકના દિલ જીતી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં એક લક્ઝરી કાર પોર્શ રસ્તાના કિનારે પાર્ક કરેલી જોવા મળે છે. જ્યાં એક દિવ્યાંગ વ્યક્તિ કાર પાસે ઉભો રહીને સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે, ત્યારે અચાનક કારનો માલિક ત્યાં આવી જાય છે.આ વ્યક્તિ ગભરાઇ જાય છે કારણ કે તેને લાગે છે કે ક્યાંક તે તેને બોલે નહિ.

જો કે, કારનો માલિક તેને ઠપકો આપવાને બદલે ફોન લે છે અને તસવીરો ક્લિક કરવાની પેશકશ કરે છે. આ પછી તે દિવ્યાંગ વ્યક્તિને કારમાં બેસાડી એક રોમાંચક સવારી પર લઇ જાય છે. આ વીડિયો @seenu.malik.365 નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઇ ઘણા લોકો ઇમોશનલ થઇ ગયા. આ વીડિયો લોકોનું દિલ જીતી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ravi kumar (@seenu.malik.365)

Previous Article

પેરિસ ઓલિમ્પિકની 5 ખૂબસુરત મહિલા એથલીટ, જેના પર એક જ નજરમાં હારી બેસશો દિલ

Next Article

પેરિસ ઓલિમ્પિક ફાઇનલમાં ડિસક્વોલિફાઇ થનાર વિનેશ ફોગાટનું વજન વધવા પાછળ જવાબદાર કોણ ? પીટી ઉષાનું સામે આવ્યુ નિવેદન

error: Protected Content!