એશ્વર્યા સાથે અણબનાવની ખબરો વચ્ચે અભિષેક બચ્ચને કર્યુ એવું કામ કે છૂટાછેડાની અટકળો ફરી તેજ- જાણો શું આવી નવી અપડેટ

એશ્વર્યા રાય ક્યાં છે ? બધુ ઠીક તો છે ને…પેરિસ ઓલિમ્પિક 2024માં અભિષેક બચ્ચન એકલો આવ્યો નજર, ચાહકોને સતાવી રહી છે ચિંતા

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છેલ્લા ઘણા મહિનાઓથી તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. છેલ્લા કેટલાય સમયથી બંને દરેક જગ્યાએ એકલા જ જોવા મળે છે. તાજેતરમાં, જ્યારે ઐશ્વર્યા ન્યૂયોર્કમાં એકલા વેકેશન માણતી જોવા મળી હતી, ત્યારે હવે અભિષેક બચ્ચન પેરિસ ઓલિમ્પિકમાં એકલો જોવા મળ્યો હતો.

પેરિસ ઓલિમ્પિકથી અભિનેતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેણે અફવાઓ તેજ કરી છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે કંઈક સારું નથી. લોકો એક્ટરને પૂછી રહ્યા છે કે ઐશ્વર્યા ક્યાં છે. સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચને એક તસવીર શેર કરી છે, જેમાં તે એકલો હાથમાં ત્રિરંગો પકડેલો જોવા મળી રહ્યો છે. ઓરેન્જ શર્ટ અને સફેદ ટી-શર્ટમાં અભિષેક ખૂબ જ ઉત્સાહિત પણ દેખાય છે.

જો કે, બીજી કેટલીક તસવીરો X પર વાયરલ થઇ રહી છે જેમાંથી એક તસવીરમાં તે ઊભા ઊભા તાળીઓ પાડી રહ્યો છે. જો કે, ચાહકો સમજી શકતા નથી કે ઐશ્વર્યા અને આરાધ્યા કેમ સાથે નથી. બંને હંમેશા અભિષેક સાથે જોવા મળતા હતા. પરંતુ હવે અભિષેક અને ઐશ્વર્યા લાંબા સમયથી કોઈ ઈવેન્ટમાં કે જાહેરમાં સાથે સ્પોટ થયા નથી. ઐશ્વર્યા રાય બચ્ચનની ગેરહાજરી પર ચાહકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને કમેન્ટ કરી સવાલો પણ પૂછી રહ્યા છે.

એકે લખ્યું, “ઐશ્વર્યા ક્યાં છે?” અન્ય એક યુઝરે લખ્યું, “મને આશા છે કે તમારા અને ઐશ્વર્યા મેમ વચ્ચે બધુ બરાબર હશે.” એક યુઝરે પૂછ્યું, “ભાઈ, છૂટાછેડાની પુષ્ટિ કે અફવા ? કૃપા કરીને થોડી સ્પષ્ટતા આપો” જણાવી દઈએ કે, તાજેતરમાં જ ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે પોતાની પુત્રી સાથે ન્યૂયોર્કથી વેકેશન મનાવી પરત ફરી છે.

Previous Article

નીરજે પાકિસ્તાનના ગોલ્ડ મેડલ જીતનારા નદીમ માટે કહ્યું એવું કે લોકો ગદગદ થઇ ગયા, જુઓ શું કહ્યું ?

Next Article

અંબાલાલ પટેલની વરસાદની ભુક્કા કાઢી નાખે એવી આગાહી...ટૂંકા વિરામ બાદ મેઘરાજા ફરી સક્રિય- જાણો નવી અપડેટ

error: Protected Content!