“ટ્રાંસફોર્મરમાં ભૂત ઘુસી ગયું છે?” ગામમાં વારંવાર થઇ રહી હતી બત્તી ગુલ, ભૂત-પ્રેતનો સાયો સમજી લોકોએ બોલાવ્યો તાંત્રિક- પછી શરૂ થયો ખેલ

વીજળી ટ્રાંસફોર્મરમાં ભૂત-પ્રેતનો સાયો ? ગામવાળાએ ભગત સાથે કરાવી પૂજા-પાઠ

બિહારના સમસ્તીપુરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અંધશ્રદ્ધાનો એવો અરીસો કે જેને જોઈને કોઇના પણ હોંશ ઉડી જાય. શું તમે ક્યારેય કોઈને વીજળી ટ્રાન્સફોર્મરમાં આગ લાગે તો પૂજા-પાઠ કરતા જોયા છે ? અમે સમસ્તીપુરની અંધશ્રદ્ધાની એક એવી તસવીર તમને બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

અચાનક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં ગ્રામજનો ચિંતાતુર બની ગયા હતા અને પછી તેમણે ભગતને બોલાવીને પૂજા-પાઠ કરાવી. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મામલો સમસ્તીપુરના શિવાજીનગર પ્રખંડના રહટૌલી પંચાયત વોર્ડ 5 મહાદલિત ટોલાનો છે. ગામના લોકોનું કહેવું છે કે આ ગામમાં લગાવવામાં આવેલ વીજળી ટ્રાન્સફોર્મર પર ભૂત-પ્રેતનો સાયો છે.

આ અંગે સ્થાનિક લોકોએ ભગતને બોલાવી વીજ ટ્રાન્સફોર્મરની પૂજા કરાવી હતી. ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા મહિનાઓથી ટ્રાન્સફોર્મરમાં સતત આગ લાગતી હતી. જેના કારણે ગામમાં વીજળી સેવા બંધ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ગામના લોકોનું કહેવું છે કે વીજ વિભાગના એસડીઓ અને જેઈને વારંવાર ફરિયાદ કરવા છતાં સમસ્યા યથાવત રહી હતી.

આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ગામના લોકોએ ટ્રાન્સફોર્મરનો પૂજા-પાઠ કરવાનું વિચાર્યું. ઇલેક્ટ્રિશિયને ટ્રાન્સફોર્મર પર ભૂત-પ્રેતનો સાયો હોવાની વાત કરી હતી, આ પછી ગ્રામવાસીઓએ આવું કરવાનું નક્કી કર્યું. જોકે, ભગતે પૂજા પાઠ કર્યા પછી કહ્યું કે તે ભૂતનો પડછાયો નથી, પણ જેઇનો ખેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Rocks (@thegujjurocks)

Previous Article

ભૂરી આંખો અને લપલપાતી જીભ...ગુફામાંથી નાગિન બની નીકળી મહિલા, 3 મહિનાથી હતી લાપતા- જુઓ વીડિયો

Next Article

હાલોલ-વડોદરા રોડ પર 5 વાહનો વચ્ચે અકસ્માત, ઇકો કાર વચ્ચે આવી જતા પતિ-પત્ની ચગદાયું- મરણચીસોથી ગુંજ્યો હાઇવે

error: Protected Content!