પપ્પા બન્યો વરુણ ધવન, પત્ની નતાશા સાથે કર્યુ પહેલા બાળકનું સ્વાગત- જાણો બેબી ગર્લ આવી કે બેબી બોય

વરુણ ધવને પિતા બન્યા બાદ પોસ્ટ શેર કરી જાહેર કરી ખુશી, ઘરે પધારેલ લક્ષ્મી માટે લખી આ ખાસ વાત

વરુણ-નતાશા બન્યા બેબી ગર્લના પેરેન્ટ્સ, કરણ જોહરે ખાસ અંદાજમાં આપી શુભકામનાઓ, અર્જુન કપૂરે લખ્યુ- પપ્પા નંબર 1ની કાસ્ટિંગ થઇ લોક

બોલિવુડ સ્ટાર વરુણ ધવનના ઘરે બંધાયુ પારણુ, જાણો બેબી ગર્લ આવી કે બેબી બોય ?

વરુણ ધવન અને નતાશા દલાલ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક છે. બંનેએ વર્ષ 2021માં પોતાની લવ સ્ટોરીને લગ્નના બંધનમાં કન્વર્ટ કરી હતી. ત્યારે હવે લગ્નના ત્રણ વર્ષ બાદ કપલના ઘરમાં કિલકારી ગુંજી છે. 3 જૂનના રોજ નતાશાએ એક પુત્રીને જન્મ આપ્યો, જેના પછી દરેક લોકો કપલને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે.

ત્યારે તાજેતરમાં પિતા બનેલા વરુણે ઈન્સ્ટા પર એક ક્યૂટ પોસ્ટ શેર કરીને બાળકના આગમન પર ખુશી વ્યક્ત કરી છે. વરુણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ક્યૂટ એનિમેટેડ વીડિયો શેર કરતા લખ્યું- ‘અમારી દીકરી રાની આવી ગઈ છે. દીકરી અને તેની માતા માટે પ્રાર્થના કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે.’

હવે ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક વરુણની આ પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે અને કપલને પેરેન્ટ્સ બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ વરુણની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેને શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય સામંથા રૂથ પ્રભુ, ઇશા ગુપ્તા અને નુસરત ભરૂચાએ પણ નતાશા-વરુણને અભિનંદન પાઠવ્યા.

કરણ જોહર અને અર્જુન કપૂરે પણ વરુણ-નતાશાને માતા-પિતા બનવા પર શુભેચ્છાઓ આપી હતી. કરણ જોહરે લખ્યું, “મારા બાળકને એક પુત્રી છે!!! હું ખૂબ જ ખુશ છું!!! ગૌરવપૂર્ણ મમ્મી અને પપ્પાને અભિનંદન!!! લવ યુ નતાશા અને વરુણ અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વરુણ ધવન અને નતાશાને શુભેચ્છા પાઠવતા લખ્યુ-” દીકરીના માતા-પિતા બનવા બદલ અભિનંદન. અભિનેતાએ લખ્યું, “બેબી જોનને એક બાળક છે!!! પપ્પા નંબર 1ની કાસ્ટિંગ હવે લોક થઈ ગઈ છે!!!

 

View this post on Instagram

 

A post shared by VarunDhawan (@varundvn)

અભિનંદન નતાશા અને વરુણ ધવન, નિયારા આભિર અને જોયને હવે એક બહેન છે…” દીકરીના જન્મ બાદ વરુણ ધવન મુંબઈની હિન્દુજા હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. આ દરમિયાન તે તેના પિતા અને ફિલ્મ પ્રોડ્યુસર ડેવિડ ધવન સાથે સ્પોટ થયો હતો.આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે. જણાવી દઈએ કે વરુણ અને નતાશાએ 24 જાન્યુઆરી 2021ના રોજ એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Previous Article

અચાનક પહાડથી પલટી ખાઇ ગઇ SUV, માંડ-માંડ બચ્યો કારચાલક- જુઓ રૂંવાડા ઊભા કરી દેનાર વીડિયો

Next Article

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોનિકની ડિવોર્સની અફવા વચ્ચે આ છોકરાએ તોડી ચુપ્પી, થોડા સમય પહેલા જ નતાશા સાથે થયો હતો સ્પોટ

error: Protected Content!