પ્રભુ શ્રી રામ બાદ AIએ બનાવી ભગવાન શ્રી કૃષ્ણની તસવીરો, બાળલીલાથી લઈને મહાભારતના યુદ્ધ સુધી શ્રી કૃષ્ણને જોઈને ધન્ય ધન્ય થયા ભક્તો, જુઓ

AI દ્વારા બનાવવામાં આવેલી ભગવાન શ્રી કૃષ્ણની તસવીરો જોઈને તમે પણ નતમસ્તક થઇ જશો, જુઓ

Krishna AI Images : આજના સમયમાં ટેક્નોલાજી ખુબ જ આગળ નીકળી ગઈ છે અને આજે એવી બાબતો પણ સંભવ બની છે જેની માણસોએ કલ્પના પણ નહોતી કરી. દરેક ક્ષેત્રમાં હરણફાળ ગતિએ પ્રગતિ થઇ રહી છે. ત્યારે હવે AI ની મદદથી ઘણી બધી વસ્તુઓ કલ્પના બહારની પણ થતી જોવા મળી રહી છે.

આ ક્રમમાં જ AI દ્વારા થોડા દિવસો પહેલા ભગવાન શ્રી રામની યુવાનીની તસવીરો સામે આવી હતી, જે ખુબ જ વાયરલ પણ થઇ હતી અને લોકો દ્વારા આ તસવીરોને ખુબ જ પસંદ પણ કરવામાં આવી હતી. ત્યારે હવે AI દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની તસવીરો બનાવવામાં આવી છે. જે પણ લોકોના દિલ જીતી રહી છે.

AIએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાથી લઈને મહાભારત જેવા સૌથી મોટા યુદ્ધનો ફોટો છે. આ તમામ તસવીરોમાં ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ સ્વરૂપો જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં ભગવાન શ્રી કૃષ્ણનો સુંદર આરાધ્ય ફોટો બનાવવામાં આવ્યો છે.

એક તસ્વીરમાં ભગવાન સાવ અલગ જ ઉગ્ર સ્વરૂપમાં જોવા મળે છે. AI દ્વારા બનાવવામાં આવેલા આ તસવીરોમાં ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધ દરમિયાન મેદાનમાં જોવા મળી રહ્યા છે, જેને જોઈને દરેક નતમસ્તક થઇ ગયા, કારણ કે આ તસ્વીરમાં ભગવાન ગુસ્સામાં જોવા મળે છે.

આ ઉપરાંત અન્ય એક તસ્વીરમાં ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર અને શાંત સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ ગાય પાસે બેઠા છે. જેને જોઈને દરેકનું દિલ ખુશ થઈ ગયું છે. તો અન્ય એક તસ્વીરમાં તેમના ચહેરા પર થોડી શરારત દેખાઈ રહી છે. જાણે ભગવાન શ્રી કૃષ્ણ હવે માખણ ચોરવા તૈયાર છે. જો કે, આ બધું કાલ્પનિક અને ટેક્નોલોજીથી તસવીરો છે, તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી.

Niraj Patel