18 લાખ કરતા પણ વધુની લક્ઝુરિયસ કાર ખરીદી, પણ બે મહિનામાં જ થયો એવો ફિયાસ્કો કે માલિકે ગધેડાએ ગાડીને બજાર વચ્ચે ખેંચાવી.. જુઓ વીડિયો

બે મહિનામાં જ હ્યુનડાઈની નવી નક્કોર ક્રેટાએ બતાવી દીધો તેનો રંગ, કાર માલિક એવો પરેશાન થયો કે ગધેડાએ બાંધીને વરઘોડો કાઢ્યો, જુઓ

car dragged by donkeys : આજે લોકો સારું જીવન જીવવાની શરૂઆત કરવાની સાથે જ કાર પણ ખરીદતા હોય છે. આજે ઘણા લોકોનું સપનું સારી એવી મોંઘી કાર ખરીદવાનું હોય છે. ત્યારે લોકો પોતાના બજેટ અનુસાર કાર (car) પણ ખરીદતા હોય છે. ખાસ કરીને લોકો નવી કાર ખરીદવાનું વિચારે છે જેના કારણે થોડા વર્ષો સુધી મેન્ટેનેન્સનો ખર્ચો તેમને ના આવે.

પરંતુ જો નવી ખરીદેલી કાર જ બગડવા લાગે તો ? અને તેમાં પણ શોરૂમ તરફથી કોઈ યોગ્ય જવાબ ના મળે તો કેવી હેરાનગતી થાય ? હાલ એવો જ એક મામલો રાજસ્થાનના ઉદેપુરમાંથી સામે આવ્યો છે. જ્યાં પોતાની નવી કાર ખરીદ્યા બાદ કાર વારંવાર બગડવાના કારણે સપોર્ટ સ્ટાફથી નારાજ એક વ્યક્તિએ આકરું પગલું ભર્યું છે.

તેણે એવું કંઈક કર્યું જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. વ્યક્તિએ એ પણ જણાવ્યું કે હ્યુન્ડાઈ ક્રેટા (Hyundai Creta) માટે 17.50 લાખ રૂપિયા ચૂકવ્યા પછી પણ કારમાં સમસ્યા ચાલી રહી હતી. તેણે કારને શોરૂમ સુધી લઈ જવા માટે બે ગધેડા અને એક ઢોળવાળો ભાડે રાખ્યા અને પછી ફટાકડા ફોડતા ફોડતા શોરૂમ સુધી લઇ ગયો. જેનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને પછી આ વીડિયો જોયા બાદ લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું.

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે ગધેડા મોંઘી કારને રસ્તા પર ખેંચી રહ્યો છે, જ્યારે કાર માલિકે ઢોલ વાળાને પણ બોલાવ્યો છે. કેટલાક અન્ય લોકો પણ હતા, જેઓ કારને પાછળથી ધક્કો મારી રહ્યા હતા. ઘણા લોકોનું ટોળું પણ એકઠું થયું હતું, જેઓ જોડાયા હતા અને સાથે ચાલતા હતા. યુઝરે વીડિયો શેર કરીને લખ્યું, “ભારતીયો સાથે ક્યારેય ગડબડ ન કરો.

આ મામલે મળી રહેલી માહિતી નૌસાર ઉદયપુરના સુંદરવાસ વિસ્તારના રહેવાસી રાજ કુમાર ગાયરીનો દાવો છે કે તેમના કાકા શંકરલાલે શહેરના માદ્રી ઈન્ડસ્ટ્રીયલ એરિયાના એક શોરૂમમાંથી 17.50 લાખ રૂપિયામાં નવી કાર ખરીદી હતી. અધિકૃત સેવા કેન્દ્રને વાહનમાં વારંવાર આવતી તકનીકી સમસ્યાઓ વિશે જાણ કરવામાં આવી હતી. સમસ્યાના નિરાકરણ માટે ડીલરોનો સંપર્ક કરવાનો અસફળ પ્રયાસો તેમના હતાશામાં પરિણમ્યા.

કારને બે વખત સર્વિસ સેન્ટરમાં લઈ જવામાં આવી હતી, પરંતુ વેપારી કોઈ અસરકારક ઉકેલ સૂચવી શક્યા ન હતા. રાજ કુમારે જણાવ્યું કે પાછલા બે દિવસમાં એક ફેમિલી ફંક્શન દરમિયાન કારને સ્ટાર્ટ કરવા માટે ખૂબ ધક્કો મારવો પડ્યો હતો. જ્યારે સર્વિસ સેન્ટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સ્ટાફ મેમ્બરે દાવો કર્યો કે આ સમસ્યા ડેડ બેટરીને કારણે છે અને તેણે બેટરી ચાર્જ કરવા માટે કારને અમુક અંતર સુધી ચલાવવાનું સૂચન કર્યું. તમામ પ્રયાસો છતાં સમસ્યા યથાવત રહી. અમે આખરે કારને ડીલરશીપ પર પાછી લાવવાનું નક્કી કર્યું. યુવકે કાર બદલવાની માંગણી કરી છે.

Niraj Patel