સુરતમાં હાર્ટએટેક ફરી આવ્યો, બાઇક પાછળ બેઠેલા વેપારી કાન્જી રાજપુતનું થઇ ગયું મૃત્યુ

ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના મામલા સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં છેલ્લા 2 દિવસમાં તો ઘણા મામલા સામે આવી ચૂક્યા છે. હાલમાં સુરતમાંથી ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં બાઇક પાછળ બેઠેલા 42 વર્ષના કાનજી સિંહ રાજપુત ત્રણ દિવસ પહેલા જ રાજસ્થાનથી સુરત આવ્યા હતા. તેઓ સુરતથી કાપડ લઇને રાજસ્થાનમાં વેચતા હતા.

જ્યારે કાનજીસિંહ બાઇક પર પાછળ બેસી જઇ રહ્યા હતા તે દરમિયાન જ તેમને છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટએટેક આવ્યો અને તેમનું મોત નિપજ્યુ. મામલાની તપાસમાં સામે આવ્યુ છે કે, 42 વર્ષીય કાનજીસિંહ રાજપુત ત્રણેક દિવસ પહેલા જ રાજસ્થાનથી સુરત આવ્યા હતા. ત્યારે હવે તેમના અકાળે આવસાન બાદ પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં અડાજણ વિસ્તારમાંથી પણ મોતનો કિસ્સો સામે આવ્યો છે. જેમા આઈસ્ક્રીમના આધેડ વેપારી ફોન પર વાત કરી રહ્યા હતા તે બાદ સોફા પર ઢળી પડતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. પણ ત્યાં તેમને મૃત જાહેર કરાયા. આધેડ ઘરમાં આવ્યા તે પહેલા સોસાયટીમાં કોઈક સાથે વિવાદમાં તેમને ધક્કો મારતા તેઓ પટકાયા હોવાથી તેના કારણે તેમનું મોત નિપજ્યું હોવાનું પણ જણાવવામાં આવી રહ્યુ છે.

આ પહેલા પણ રાજ્યમાંથી ઘણા હાર્ટ એટેકથી મોત થયાના કિસ્સા સામે આવ્યા છે. મોરબીમાં પણ એકનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું હાલમાં સામે આવ્યુ હતું. રફાળેશ્વર ગામમાં કારખાનાના ચોકીદાર દરવાજો ખોલતા ખોલતા અચાનક ઢળી પડ્યા હતા અને તપાસમાં તેમનું મોત હાર્ટ એટેકથી થયુ હોવાનું સામે આવ્યુ હતુ.

Shah Jina