જોવા લાયક હતુ ‘નાટુ નાટુ’નું લાઇવ પરફોર્મન્સ, એવોર્ડ મળતા જ ભાવુક થઇ દીપિકા પાદુકોણ- આપી એવી સ્પીચ કે…જુઓ વીડિયો

જોવા લાયક હતુ ‘નાટુ નાટુ’નું લાઇવ પરફોર્મન્સ, બધાએ ઊભા થઇ વગાડી તાલી, દીપિકા પાદુકોણ થઇ ઇમોશનલ

જે સેલિબ્રેશનની બધા રાહ જોઇ રહ્યા હતા, આખરે તે સમય આવી ગયો. એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરે ઓસ્કર એવોર્ડ 2023માં બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં એવોર્ડ પોતાના નામે કરી લીધો છે. ત્યાં ગુનીત મોંગાની ડોક્યુમેન્ટ્રી ધ એલિફેંટ વ્હિસ્પરર્સે પણ ઓસ્કર પોતાના નામે કર્યો છે. 95માં ઓસ્કર એવોર્ડમાં દેશને ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ RRR એકદમ છવાયેલી રહી હતી.

એક્ટર રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટારર એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત નાટુ નાટુએ બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં જીત હાંસિલ કરી અને આ સાથે સાઉથની આ ફિલ્મે ભારતનું નામ પૂરી દુનિયામાં રોશન કર્યુ. RRR ફિલ્મ અને તેના ગીતા ‘નાટુ નાટુ’એ તો પૂરી દુનિયામાં ધૂમ મચાવી રાખી છે. RRRના આ ગીતને ઓસ્કર એવોર્ડ સ્ટેજ પર પરફોર્મ કર્યુ અને આને સ્ટેંડિંગ ઓવેશન પણ મળ્યુ.ઓસ્કર 2023માં ભારતની બોલબાલા રહી,

એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કાર એવોર્ડ મળ્યો. તો બીજી તરફ, ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ પણ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ મૂવી કેટેગરીમાં જીતી. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આમાં દીપિકા પાદુકોણની સ્પીચનો પણ એક વીડિયો સામે આવ્યો, જેને જોઈને દરેક દેશવાસીને ગર્વ થશે. દીપિકા પાદુકોણ ઓસ્કારમાં પ્રેઝન્ટર તરીકે પહોંચી હતી અને એવોર્ડ શોમાં RRRની સ્ટાર કાસ્ટ પણ હાજર હતી.

ડાયરેક્ટર રાજામૌલી પણ ડોલ્બી થિયેટરમાં બેઠા હતા. બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નાટુ નાટુને એવોર્ડ મળે એ પહેલા આ ગીત પર ડાન્સ પરફોર્મન્સ થયુ હતું. ડાન્સ પરફોર્મન્સનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા ચાહકો દાવો કરી રહ્યા છે કે સ્ટાર્સ જુનિયર એનટીઆર અને રામ ચરણ જેવું પ્રદર્શન કરી શક્યા નથી. પરંતુ મોટી વાત એ હતી કે રાજામૌલી દ્વારા દિગ્દર્શિત ભારતીય ફિલ્મનું એક ગીત ઓસ્કરમાં સમાન શૈલીમાં રજૂ કરવામાં આવ્યું હતું.

આ પર્ફોર્મન્સ જોઈને ડોલ્બી થિયેટરમાં બેઠેલા એસએસ રાજામૌલી ખુરશી પરથી ઉભા થયા અને સીટી વગાડી. તેઓ પણ બાકીના પ્રેક્ષકોની જેમ ધૂમ મચાવતા જોવા મળ્યા હતા અને ડાન્સ પરફોર્મર્સ માટે જોરથી તાળીઓ પાડી હતી. જણાવી દઈએ કે આ પહેલા રાજામૌલીના આ ગીતે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

જ્યારે નાટુ નાટુને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે એમએમ કીરાવાણી અને ચંદ્રબોઝ એવોર્ડ લેવા માટે એકસાથે સ્ટેજ પર પહોંચ્યા હતા. સ્ટેજ પર પહોંચેલા કીરવાણીએ કહ્યું – હું સુથારોનો અવાજ સાંભળીને મોટો થયો છું અને આજે હું અહીં ઓસ્કર સાથે ઉભો છું. કીરવાણીને સાંભળીને દીપિકા પાદુકોણ પણ ભાવુક થઇ ગઇ હતી. આ સિવાય દીપિકા પાદુકોણે સ્પીચ પણ આપી હતી,

જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તે ફિલ્મ RRRના ગીત નાટુ નાટુ વિશે વાત કરી રહી હતી, પરંતુ વચ્ચે તાળીઓ અને એવી ધૂમ મચેલી હતી કે જેના કારણે દીપિકાને વારંવાર રોકાવું પડ્યું હતુ. નાટુ નાટુ ગીત માટે તેને જે રીતે સમર્થન મળી રહ્યું હતું, તે જોવું ખરેખર અદ્ભુત હતું. આની ખુશી દીપિકાના ચહેરા પર પણ સ્પષ્ટ દેખાતી હતી. નાટુ નાટુના લાઈવ પર્ફોર્મન્સથી તો આખું હોલીવુડ ઝૂમી ઉઠ્યુ હતું.

Shah Jina